પાકિસ્તાનના બીજા દાવમાં ૮ વિકેટે ૩૮૨ રન
બ્રિસ્બેન,તા. ૧૭
બ્રિસ્બેનના મેદાન પર રમાઈ રહેલી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચના ચોથા દિવસે જીતવા માટેના ૪૯૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આઠ વિકેટે ૩૮૨ રન બનાવી લીધા હતા. પાકિસ્તાનને ડેનાઇટ ટેસ્ટ મેચ જીતવા માટે હજુ ૧૦૮ રનની જરૂર છે અને બે વિકેટ હાથમાં છે. પાકિસ્તાન તરફથી આજની રમત બંધ રહી ત્યારે શાફિક ૧૦૦ રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આવી જ રીતે અઝહર અલી ૭૧ રન કરીને આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી પીઢ બેટ્સમેન યુનિસ ખાને ૬૫ રન કર્યા હતા. મોહમ્મદ આમીર ૪૮ અને રિયાજે ૩૦ રન બનાવીને લડાયક દેખાવ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને બર્ડે ત્રણ ત્રણ વિકેટે ઝડપી હતી. જ્યારે લિયોને બે વિકેટ ઝડપી હતી. બ્રિસ્બેનમાં છેલ્લા કેટલાક સમયથી હારનો સામનો નહી કરવાના રેકોર્ડને ઓસ્ટ્રેલિયા જાળવી રાખવા માટે સજ્જ છે.
બ્રિસ્બેનને ઓસ્ટ્રેલિયાના ગઢ તરીકે ગણવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૪૨૯ રન ઓલઆઉટના જવાબમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં ૧૪૨ રન જ કરી શકી હતી. જો કે, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ફોલોઓનની ફરજ પાડી ન હતી અને ફરી બેટિંગ કરી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે ૨૦૨ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. પાકિસ્તાન સામે જીતવા માટે ૪૯૦ રનનો પડકાર ફેંકવામાં આવ્યો હતો. જંગી લક્ષ્યાંક સામે પણ પાકિસ્તાને યોગ્ય જવાબ આપ્યો છે અને હજુ સુધી ૩૮૨ રન બનાવી લીધા છે. પાકિસ્તાનને જીતવા ૧૦૮ રનની જરૂર છે.
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૪૨૯
પાકિસ્તાન પ્રથમ દાવ : ૧૪૨
ઓસ્ટ્રેલિયા બીજો દાવ : ૨૦૨ (ડિક)
પાકિસ્તાન પ્રથમ દાવ :
અસલમ કો. રેનશો
બો. સ્ટાર્ક ૧૫
અઝહરકો. વાડે બો. સ્ટાર્ક ૭૧
બાબર આઝમ કો.સ્મિથ
બો. લિયોન ૧૪
યુનુસ ખાન કો. સ્મિથ
બો. લિયોન ૬૫
મિસ્બાહ કો. વાડે બો. બર્ડ૦૫
શાફીક અણનમ ૧૦૦
સરફરાઝ બો. સ્ટાર્ક ૨૪
આમીર કો. વાડે બો. બર્ડ ૪૮
રિયાઝકો. સ્મિથ બો. બર્ડ ૩૦
યાસીર અણનમ ૦૪
વધારાના ૦૬
કુલ(૧૨૩ ઓવરમાં ૮ વિકેટે)૩૮૨
પતન : ૧-૩૧, ૨-૫૪, ૩-૧૪૫, ૪-૧૬૫, ૫-૧૭૩, ૬-૨૨૦, ૭-૩૧૨, ૮-૩૭૮.
બોલિંગ : સ્ટાર્ક : ૩૦-૮-૯૭-૩, હેઝલવુડ : ૩૫-૧૧-૭૮-૦, બર્ડ : ૨૯-૬-૯૪-૩, લિયોન : ૨૬-૩-૧૦૦-૨, મેડિસન : ૩-૦-૯-૦