૨૦૧૮-’૧૯ની ડોમેસ્ટિક ક્રિકેટ સિઝનમાં કુલ ૨૦૧૭ મૅચ રમાશે

નવી દિલ્હી,તા.૧૯
ઉત્તર-પૂર્વના તમામ રાજ્યોનો આગામી સિઝન (૨૦૧૮-’૧૯)થી દેશની ડોમેસ્ટિક ક્રિકેટમાં સમાવેશ થવાને પરિણામે ક્રિકેટ બોર્ડે સિઝનના સમયપત્રકને નવેસરથી બનાવવું પડ્યું છે અને એ મુજબ ૧૭ ઑગસ્ટથી શરૂ થનારી નવી સિઝન દરમિયાન દેશના વિવિધ ભાગોમાં કુલ મળીને ૨૦૧૭ (બે હજાર અને સત્તર) ડોમેસ્ટિક મૅચો રમાશે. જોકે, આ અસાધારણ આંકડાને કારણે ડોમેસ્ટિક ક્રિકેટના ભૌગોલિક માળખામાં અનિચ્છનીય પરિવર્તન જોવા મળે તો નવાઈ નહીં.
હવેથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મણિપુર, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, ઉત્તરાખંડ અને બિહારનો સમાવેશ કરાયો છે. એ સહિત હવે કુલ ૩૭ ટીમો સિનિયર પુરુષ વર્ગ, મહિલા વર્ગથી માંડીને અન્ડર-૧૬ વર્ગની ટુર્નામેન્ટોમાં રમશે. મુખ્ય સ્પર્ધાઓમાં રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, વિજય હઝારે ટ્રોફીનો તેમ જ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટનો સમાવેશ રહેશે. આ બધી સ્પર્ધાઓમાં ૧૫૦થી ૧૬૦ જેટલી મૅચો રમાશે. અન્ડર-૨૩ તથા અન્ડર-૧૯ સ્પર્ધાઓમાં ૨૫૦થી ૩૦૦ જેટલી મૅચો રમાવાની છે.
જોેકે, અહીં ચિંતાનો વિષય એ છે કે સમગ્ર સિઝન દરમિયાન આ સેંકડો મૅચો માટે પૂરતા અમ્પાયરો અને મૅચ રેફરીઓ ઉપલબ્ધ રહેશે કે કેમ? એક અખબારી અહેવાલ મુજબ ક્રિકેટ બોર્ડના ડોમેસ્ટિક ક્રિકેટ માટેના ફરજિયાત ક્વૉલિફિકેશન પ્રોગ્રામમાંથી ક્લિયરન્સ પામેલા અમ્પાયરોની સંખ્યા માત્ર ૯૭ અને મૅચ રેફરીઓની સંખ્યા ૫૪ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks