સિલ્વરસ્ટોન, તા.૧૭
મર્સીડીઝના લુઈસ હેમિલ્ટને ફોર્મ્યુલા વન ગ્રા.પી જીતી સતત ચોથીવાર બ્રિટીશ ગ્રાં.પી પોતાના નામે કરી છે. આ જીત સાથે જ હેમિલ્ટને ચેમ્પિયનશિપમાં ટોચ પર ચાલી રહેલા સેલેસ્ટિયન વેટેલ વચ્ચેના અંતરને ફક્ત એક પોઈન્ટનું કરી દીધું છે. ફેરારીના વેટેલની ગાડી અંતિમ રમતમાં પંચર થઈ ગઈ જેના કારણે તે સાતમાં સ્થાને રહ્યો ટીમના તેના સાથી કિમી રાઈકોનેનને પણ અંતિમ રાઉન્ડમાં આવી જ પરેશાનીનો સામનો કરવો પડ્યો હેમિલ્ટને પોતાની ઘરેલુ ગ્રા.પી.માં રેકોર્ડની બરાબરી કરનારો પાંચમો વિજય મેળવ્યો જે તેની કારકિર્દીની પ૭મી જીત છે. મર્સીડીઝના હેમિલ્ટનનો સાથી વાલટેરી બોટાસ બીજા સ્થાને રહ્યો.
Facebook
0
Twitter
0