જાદવની ઈનિંગ શ્રેષ્ઠ વન ડે ઈનિંગ હતી : કોહલી
પૂણે, તા.૧૬
ઈંગ્લેન્ડના કપ્તાન ઈયાન મોર્ગને કહ્યું કે, તેની ટીમે પ્રથમ વન-ડેમાં ભારતને દબાણની સ્થિતિમાંથી બહાર નીકળવાની તક આપી દીધી પણ કહ્યું કે, યુવા કેદાર જાધવે શાનદાર ઈનિંગ રમી તેમની યોજનાઓ પર પાણી ફેરવી દીધું. જાધવે ૭૬ બોલમાં ૧ર૦ રન બનાવ્યા. જ્યારે કપ્તાન કોહલીએ ૧૦પ બોલમાં ૧રર રન બનાવ્યા ભારતે વિજય માટે ૩પ૧ રનનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી. ત્રણ વિકેટે વિજય મેળવ્યો. મોર્ગને કહ્યું મને દુઃખ આ વાતનું છે કે અમે ચાર વિકેટ ૬૩ રનમાં ઝડપી લીધી હતી પણ ત્યારબાદ અમે ખરાબ બોલિંગ કરી. અમે વિચાર્યું નહોતું કે, જાધવ આવી ઈનિંગ રમશે તેણે પહેલા બોલથી જ ફટકારવાનું શરૂ કરી દીધું અને અમને કોઈ તક આપી નહીં. અમે તેની આંતરરાષ્ટ્રીય મેચોના ફૂટેજ જોયા હતા અમે પૂરું હોમવર્ક કર્યું હતું. કોહલી માટે પણ અમે રણનીતિ બનાવી હતી પણ તે સફળ થઈ નહીં. કોહલી અને જાધવે પાંચમી વિકેટ માટે ર૦૦ રનની ભાગીદારી કરી વિજયનો પાયો નાખ્યો. બીજી બાજુ કોહલીએ જાધવની પ્રશંસા કરતા કહ્યું કે, તેની ઈનિંગ સર્વશ્રેષ્ઠ રણનૈતિક ઈનિંગોમાંથી એક છે તેની ઈનિંગ લાજવાબ હતી. અમુક ફટકા એવા રમ્યો જે ખૂબ જ સ્વાભાવિક હતા. હું વિશ્વાસ નથી કરી શક્તો.