વલસાડ, તા.ર૩
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ખાતે આવેલ ભિલાડ નંદીગ્રામમાં હાઈવે પર એલપીજી ગેસ ભરેલ એક ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રના ચેકપોસ્ટ પાસ નંદીગ્રામના હાઈવે નંબર ૪૮ પર મુંબઇથી ભિલાડ તરફઆવતા ટ્રેક પર એક એલપીજી ગેસ ભરેલ ટેન્કરની અંદર અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં ટેન્કરના ડ્રાઈવરને આગની ખબર પડતાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડના કિનારે પલટી ખાઈ ગઈ હતી. જેમાં સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરને કોઈ ઈજા થઇ ના હતી. આગના કારણે વાપી મુંબઇ હાઈવે બંધ કરી દેવામાં આવ્યું હતું અને જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગેસ હોવાના કારણે આગ પર કાબુ મેળવવા તકલીફ પડી રહી છે જેના કારણે આવતા જતા બંને બાજુનો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. આગના સમાચાર મળતા ફાયર વિભાગની ટીમ ૩ ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતા. પોલીસની ટીમ બંને બાજુના રોડને બ્લોક કરી ટ્રાફિક રોકી દીધો છે.
ટેન્કર પલટી ખાઈ ગઈ છે તેની બાજુમાં જંગલી ઝાડીઓ છે જેથી આગ ઝાડીઓમાં પ્રસરે એવી શક્યતા વધારે છે.