મિતાલી રાજે ઈતિહાસ સર્જ્યો : વન-ડેમાં હાઈએસ્ટ રન બનાવનાર મહિલા બેટ્‌સમેન

નવી દિલ્હી, તા.૧ર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજે બુધવારે ઈતિહાસ સર્જ્યો મહિલા વર્લ્ડકપમાં આજે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચમાં ૩૪ રન બનાવતાં જ મિતાલી વન-ડેમાં હાઈએસ્ટ રન બનાવનાર મહિલા બેટ્‌સમેન બની ગઈ છે. આ મેચ પહેલા મિતાલીને ઈંગ્લેન્ડની ક્રિકેટર ચાલોંટ એડવડ્‌ર્સના પ૯૯ર રનના રેકોર્ડની બરાબરી કરવા માટે ફક્ત ૩૩ રનની જરૂર હતી એડવડ્‌ર્સ ૧૯૧ મેચોમાં આ રન બનાવ્યા હતા. મિતાલીએ આજે ના ફક્ત એડવડ્‌ર્સનો રેકોર્ડ તોડ્યો પણ મહિલા વન-ડે ક્રિકેટમાં ૬૦૦૦ રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર પણ બની ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks