રાહુલને તાવ : શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમે

ગાલે, તા. ૨૪
કેએલ રાહુલ તાવના સકંજામાં આવી ગયો છે જેથી ૨૬મી જુલાઈથી શરૂ થઇ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે નહીં. તેની તબિયત ખરાબ હોવાના કારણે આજે સોમવારના દિવસે તે ટ્રેનિંગમાં પણ આવ્યો ન હતો. તે તબીબી ચકાસણી માટે ફરીવાર કોલંબો પહોંચી ગયો છે. જ્યારે બીજી બાજુ ટીમના બાકીના ખેલાડીઓ ગાલે પહોંચી ચુક્યા છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે સાવચેતીના પગલારુપે વધુ આરામ કરવા માટે આ ભારતીય ઓપનિંગ બેટ્‌સમેનને સલાહ આપી છે. વાઇરલ ફીવરના સકંજામાં રાહુલ આવી જતાં ભારતીય ટીમને પ્રથમ ટેસ્ટ મેચ પહેલા જ મોટો ફટકો પડી ગયો છે. લાંબા ગાળા બાદ વાપસી કરનાર રાહુલે મોરાકુવા ખાતે રમાયેલી બે દિવસની અભ્યાસ મેચમાં ઝડપથી ૫૦ રન બનાવ્યા હતા. ભારતીય ટીમમાં ઓપનિંગને લઇને મોટી સમસ્યા રહી છે. મુરલી વિજય પણ પહેલાથી જ સંપૂર્ણપણે ફિટ થયો નથી. હાલમાં જ મુરલી વિજયે સર્જરી કરાવી હતી. અભિનવ મુકુંદ અને શિખર ધવન ટીમમાં અન્ય બે ઓપનિંગ બેટ્‌સમેન છે. આવી સ્થિતિમાં આ બંનેને શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપનિંગની જવાબદારી અદા કરવી પડશે. મુરલી વિજય હજુ પણ સંપૂર્ણપણે અનફિટ દેખાઈ રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks