રવિ શાસ્ત્રીને ભારતીય ટીમના મુખ્ય કોચ બનાવવામાં ગાંગુલીને વાંધો હતો : સૂત્રો

નવી દિલ્હી, તા.૧ર
રવિ શાસ્ત્રીને આખરે મંગળવારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી દેવાઈ હતી. શાસ્ત્રી આ પહેલાં ટીમ ડાયરેકટરના રૂપમાં ભારતીય ટીમ સાથે કામ કરી ચૂકયા છે. તેની નિયુક્તિનો નિર્ણય મંગળવારે રાત્રે બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ની કપ્તાન કોહલી સાથે કોન્ફરન્સ કોલ દ્વારા બેઠક બાદ થયો. સીએસી માટે મુખ્ય કોચની નિયુક્તિ કરવું આસાન ન હતું. કોચપદ માટે રવિ શાસ્ત્રી અને સહેવાગ વચ્ચે જોરદાર ટક્કર થઈ. આખરે ટીમ ડાયરેકટર તરીકે પૂર્વ કાર્યકાળ દરમિયાન કપ્તાન કોહલી સાથે શાસ્ત્રીના સારા તાલમેલના કારણે નિર્ણય તેના પક્ષમાં થયો. પીટીઆઈએ એક ઉચ્ચ સ્તરીય સૂત્રના હવાલાથી જણાવ્યું કે પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને શાસ્ત્રીના નામ પર વાંધો હતો પણ સચિન તેન્ડુલકરે તેને આના માટે સહમત કર્યા. સચિન ઈચ્છતો હતો કે કોચની પસંદગી વખતે ટીમની ઈચ્છાઓનું સન્માન કરવામાં આવે. એવું કહેવાય છે કે, કોચ બન્યા બાદ પણ શાસ્ત્રીને પોતાની પસંદનો બોલિંગ કોચ મળી શકયો નહીં. જાણકારી અનુસાર બોલિંગ કોચ તરીકે શાસ્ત્રીની પસંદ ભરત અરૂણ હતા પણ ઝહીરખાનનું નામ નક્કી થયું. બીસીસીઆઈના એક અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું કે ઝહીરખાનને બોલિંગ કોચ બનાવવાનું નક્કી થયા બાદ જ ગાંગુલીએ રવિશાસ્ત્રીને લઈ સહમતી આપી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks