મુંબઈ, તા.૧૪
ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ COA એને પોતાની પીડા વ્યક્ત કરતો એક ઈ-મેલ લખ્યો છે. સચિન, ગાંગુલી અને લક્ષ્મણ સીએસીના સભ્ય છે. સીએસી આ વાતથી દુખી છે કે દ્રવિડને બેટિંગ કોચ અને ઝહીરખાનને બોલિંગ કોચ બનાવવાનો નિર્ણય મુખ્ય કોચ રવિશાસ્ત્રી પર થોપી દેવાયેલા નિર્ણય ગણાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર સીઓએએ આ વાતનો સંકેત આપ્યો છે કે સીએસીને ફક્ત મુખ્ય કોચ નિયુક્ત કરવાનો હતો. બેટિંગ અને બોલિંગ કોચ નિયુક્ત કરવાનો હતો. બેટિંગ અને બોલિંગ કોચની નિયુક્તિ અધિકાર ક્ષેત્રની બહાર છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સચિન, ગાંગુલી અને લક્ષ્મણની તરફથી મોકલાયેલા ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે અમે શાસ્ત્રી સાથે ઝહીરખાન અને દ્રવિડની નિયુક્તિ વિશે વાત કરી હતી અને તે આ બંનેને ટીમ મેનેજમેન્ટમાં સામેલ કરવા માટે પુરી રીતે તૈયાર હતા. કારણ કે આનાથી ભારતીય ક્રિકેટનું ભલું થશે. શાસ્ત્રીની સહમતી બાદ જ ખાન અને દ્રવિડની નિયુક્તિની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી.