નવી દિલ્હી, તા.૧
સાયના નેહવાલે મકાઉ ઓપન સુપર સિરીઝની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સાયનાએ બીજા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાની દિનાર દિયા ઓસ્ટિનને ત્રણ ગેમના મુકાબલામાં ૧૭-ર૧, ર૧-૧૮, ર૧-૧રથી પરાજય આપ્યો પ્રથમ રાઉન્ડમાં પણ સાયનાને જીત મેળવવા માટે ત્રણ ગેમની મેચ રમવી પડી હતી. આ જીત બાદ પણ સાયનાને. સોશ્યલ મીડિયા પર ટાર્ગેટ બનાવવામાં આવી. જો કે સાયનાએ પણ તેને સણસણતો જવાબ આપ્યો છે. એક ટિ્વટમાં કહેવામાં આવ્યું કે રેન્કિંગ વિનાની ખેલાડીઓ સામે હારવું સાયના માટે કોઈ નવી વાત નથી. સાયનાએ તુરંત જવાબ આપ્યો કે તો મારા પ્રેમાળ પ્રોફેશનલ બેડમિન્ટન ખેલાડી ઘૂંટણની સર્જરી બાદ વર્લ્ડના શાનદાર ખેલાડી બનવામાં કેટલો સમય લાગે છે. મારા ખયાલથી એક મહિનો તો બિલકુલ નહીં અત્રે ઉલ્લ્ખનીય છે કે સાયના નેહવાલ પોતાના ઘૂંટણની સર્જરી બાદ ફરીથી ફોર્માં પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે.