વિદ્યાર્થી નેતા ઉમરનો વીરૂ પર હુમલો
નવી દિલ્હી,તા.૧
જવાહરલા નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદે કહ્યું છે કે વીરેન્દ્ર સેહવાગ ભારત માટે નહીં પણ બીસીસીઆઈ માટે રમતો હતો. ઉમર ખાલીદે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે સેહવાગ બીસીસીઆઈ માટે રમતો હતો. તેણે ભારતને ક્યારેય રિપ્રેઝેન્ટ કહ્યું નથી. જે અમારા વિદ્યાર્થી આજે દિલ્હી યુનિ.માં પહોંચ્યા હતા. તે લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. નવા ભારતને બનાવવા માટે સમાનતા, ન્યાય અને આઝાદીની જરૂર છે. વાસ્તવમાં દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાં થઈ રહેલો વિવાદ ઉમર ખાલીદના નામથી જ શરૂ થયો હતો. કોલેજમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉમર ખાલીદને પણ બોલવા માટે બોલાવ્યો હતો. વિદ્યાર્થી અને સંગઠનોના દબાણમાં કાર્યક્રમ થયો નહીં અને ના તો ઉમર ખાલીદ દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યો પણ આગામી દિવસે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (એઆઈએસએ)એ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમ્યાન આઈએએસએ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ. આ દરમ્યાન કારગિલના શહીદ એક જવાનની પુત્રી ગુલમેહર કહે છે કે તેના પિતાના પ્રાણ પાકિસ્તાને નહીં પણ યુદ્ધે લીધા હતા. આ ફોટોની મજાક સેહવાગે પણ ઉડાવી હતી. જો કે તેના માટે સેહવાગને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.