શ્રીલંકન પસંદગીકારોને વધુ છ મહિનાની મળેલી મહેતલ

કોલંબો, તા. ૪
સનથ જયસૂર્યાના નેતૃત્વમાં પસંદગી સમિતિ વધુ છ મહિના માટે યથાવત રહેશે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મુજબની માહિતી આપવામાંઆવી છે. શ્રીલંકન પસંદગીકારોને બીજા છ મહિનાની મહેતલ આપવામાંઆવી છે.આનો મતલબ એ થયો કે વર્ષ ૨૦૧૭ના અંત સુધી જયસૂર્યાના નેતૃત્વમાં પસંદગી સમિતિ કામ કરતી રહેશે. ટીમના ખરાબ દેખાવના કારણે જયસૂર્યાની પણ ચારેબાજુ ટિકા થઇ રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૩માં જવાબદારી સંભાળી લીધા બાદથી ૨૦૧૫માં વર્લ્ડકપમાં શ્રીલંકાના કંગાળ દેખાવ બાદ જયસૂર્યાને બદલી નાંખવામાંઆવ્યો હતો પરંતુ ગયા વર્ષે વર્લ્ડ ટ્‌વેન્ટી-૨૦માં તેને ફરી મુખ્ય પસંદગીકાર તરીકેની જવાબદારી સોંપવામાંઆવી હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડના ક્રિકેટ મેનેજર આશંકા ગુરુસિંઘાએ પસંદગી સમિતિમાં સ્થાન જાળવી રાખ્યું છે. ભૂતપૂર્વ ેખેલાડી રોમેશ કાલુવિથરના, રણજીત મદુરાસિંગે, ઇરિક ઉપ્સથાના પાંચ સભ્યોની પેનલમાં યથાવતરીતે રહેશે. જયસૂર્યાની પેનલની ફેર નિમણૂંક કરવામાં આવી હતી. શ્રીલંકાની ૩૦ વનડે મેચોમાં ૩૮ ખેલાડીઓને હાલ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેના લીધે શ્રીલંકન ક્રિકેટ ટીમની ચારેબાજુ ટિકા થઇ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks