વિમ્બલ્ડન : વિનસ વિલિયમ્સ ફાઈનલમાં મુગુરૂઝા સામે ટકરાશે

લંડન, તા.૧૪
પાંચ વખતની ચેમ્પિયન વિનસ વિલિયમ્સે સેન્ટર કોર્ટ પર પોતાના અનુભવની મદદથી જોહાના કોટાને સીધા સેટોમાં હરાવી વિમ્બલ્ડન ટેનિસ ગ્રાન્ડસ્લેમ મહિલા સિંગલ્સ વર્ગની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેની ટક્કર ગતવર્ષની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ગાર્લાઈન મુગુરૂઝા સાથે થશે. અમેરિકાની ૧૦મા ક્રમાંકની વિનસે સેમીફાઈનલમાં કોટાને એક કલાક ૧૩ મિનિટમાં ૬-૪, ૬-રથી પરાજય આપ્યો. છઠ્ઠા ક્રમાંકની કોટા ૧૯૭૭ બાદ વિમ્બલ્ડન સિંગ્લસ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ બ્રિટિશ મહિલા બનવાની આશા જગાવી હતી. જો કે પરાજય છતાં તે આગામી રેન્કિંગમાં ટોપ ફાઈવમાં પહોંચી જશે. મુગુરૂઝાએ સ્લોવાકિયાની રાબા રિકોવાને ૬૪ મિનિટમાં ૬-૧, ૬-૧થી હરાવી બીજીવાર વિમ્બલ્ડનની ફાઈનલમાં પ્રવેશ કર્યો. તે ર૦૧પમાં સેરેના સામે હાર્યા બાદ રનર્સઅપ બની હતી પણ ર૦૧૬માં ફ્રેન્ચ ઓપનમાં તેણે સેરેનાને હરાવી હિસાબ ચૂકતે કર્યો હતો.
વિનસ ગ્રાન્ડસ્લેમની ફાઈનલમાં પહોંચનારી સૌથી મોટી ઉંમરની ખેલાડી બની ગઈ છે. આ પહેલા માર્ટિના નવરાતિલોવા ૧૯૯૪ વિમ્બલ્ડનમાં ઉપવિજેતા રહી હતી. આ વિનસની નવમી ફાઈનલ છે. તેણે ર૦૦૦માં પોતાની પ્રથમ વિમ્બલ્ડન ટ્રોફી જીતી હતી. ર૦મીવાર વિમ્બલ્ડનમાં રમી રહેલી વિનસે અંતિમવાર ર૦૦૮માં ટાઈટલ જીત્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks