Sports

૧૦ હજાર ટેસ્ટ રન બનાવી યુનુસખાને ઈતિહાસ સર્જ્યોે

પાકિસ્તાનનો પ્રથમ અને વિશ્વનો ૧૩મો ખેલાડી

આ સિરીઝ બાદ સંન્યાસની જાહેરાત કરી ચૂકેલા યુનુસખાન ૧૧ દેશો વિરૂધ્ધ સદી બનાવનાર ટેસ્ટ ઈતિહાસનો પ્રથમ ખેલાડી પણ છે

 

તા.ર૪

પાકિસ્તાનનો સીનીયર ખેલાડી યુનુશખાન ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ હજારી બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂધ્ધ ખાલી રહેલી સીરીઝની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી ૧૦,૦૦૦ ટેસ્ટ રન પુરા કરનાર યુનુશખાન પ્રથમ પાકિસ્તાની ખેલાડી બની ગયો છે. ૩૯ વર્ષીય યુનુસખાનને આ મેચ પહેલા દસ હજાર ટેસ્ટ રન બનાવનાર ખેલાડીઓની એલીટ કલમમાં સામેલ થવા માટે ર૩ રનની જરૂર હતી  અને તેણે સ્પિનર રોસ્ટન ચેઝને ચોગ્ગો ફટકારી આ સિદ્ધિ મેળવી. આ સીરીઝ બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી ચૂકેલા યુનુશખાને દસ હજાર  રન ર૦૮ ઈનિંગોમાં પુરા કર્યા અને આ કલમમાં સામેલ થનારો તે વિશ્વનો ૧૩મો ખેલાડી બની ગયો છે તેણે પોતાની કારકિર્દીમાં ૧૧૬ ટેસ્ટમાં પ૩ની સરેરાશથી રન બનાવ્યા છે અને આ દરમ્યાન તેણે ૩૪ સદી ફટકારી છે. યુનુસે ર૦૧પમાં ઈગ્લેન્ડ વિરૂધ્ધ અબુધાબી ટેસ્ટમાં પાકિસ્તાન તરફથી જાવેદ મિયાંદાદ (૮૮૩ર)ના સોથી વધારે ટેસ્ટ રનનો રેકોર્ડ તોડ્યો હતો. ટેસ્ટ મેચેમાં સૌથી વધારે રન બનાવનારની યાદીમાં સચિન તેન્ડુલકર ટોચના સ્થાને છે. તેણે ૧પ૯ર૧ રન બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં યુનુસ ૧૧ દેશો વિરૂધ્ધ સદી બનાવનાર ટેસ્ટ ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો હતો.