NationalPolitics

પર્દાનશીન : ભારે ગરમી વચ્ચે મતદાનના દિવસે સમગ્ર ઉત્તરપ્રદેશનામતદાન મથકો પર ઘૂંઘટ સાથે અનેક મહિલાઓની ભીડ

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવારે ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકોમાંથી ૮ પર મતદાન થયું હતું, આકરા તાપ વચ્ચે મતદારો તેમના મતના અધિકારનો ઉપયોગ કરવા ઊમટી પડ્યા હતા

મતદાન મથક પર લાજ કાઢેલી મહિલાઓ બળદગાડામાં આવે છે

મથુરામાં એક મતદાન કેન્દ્રની બહાર માથું ઢાંકીને મતદાનની કતારમાં ઊભી રહેલી મહિલાઓ

અમરોહામાં પોતાની વોટિંગ સ્લિપ સાથે બુરખો પહેરલી મહિલાઓ

અંગ્રેજી માધ્યમની આધુનિક પ્રાથમિક શાળા, મખદૂમપુર પર બૂથમાં બુરખો પહેરેલી મહિલાઓ

(એજન્સી) તા.ર૮
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે શુક્રવારે ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૮૮ સંસદીય બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં કેરળની તમામ ૨૦ લોકસભા સીટો, કર્ણાટકની ૧૪, રાજસ્થાનની ૧૩, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ-આઠ અને મધ્યપ્રદેશની છ સીટોનો સમાવેશ થાય છે. શુક્રવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં, ત્રિપુરા ૭૭.૫૩ ટકા મતદાર મતદાન યાદીમાં આગળ છે, ત્યારબાદ મણિપુર ૭૬.૦૬ ટકા, છત્તીસગઢ ૭૨.૧૩ ટકા અને પશ્ચિમ બંગાળ ૭૧.૮૪ ટકા પર છે. ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું ૫૨.૭૪ ટકા મતદાન નોંધાયું છે. ૮૦ લોકસભા બેઠકો ધરાવતા યુપીમાં સાત તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. તેમાંથી, આઠ મતવિસ્તારો – અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, અલીગઢ, મથુરા અને બુલંદશહરમાં બીજા તબક્કામાં મતદાન થયું હતું.
ધ પ્રિન્ટના નેશનલ ફોટો એડિટર પ્રવીણ જૈન અને વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ સૂરજ સિંહ બિષ્ટે રાજ્યના કેટલાંક મતદાન મથકો પર મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

Related posts
NationalPolitics

‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
Read more
National

બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

(એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
Read more
NationalPolitics

૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.