(સંવાદદાતા દ્વારા)
.હિંમતનગર, તા.૨૦
ઉત્તમ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ એલ.એલ.પી. (કોલ્ડ સ્ટોરેજ)”, તાજપુર, પ્રાંતિજ અને “એસ.કે. કોલ્ડ સ્ટોરેજ તલોદ સાબરકાંઠા ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ગાંધીનગર દ્વારા કારખાનામાં એમોનિયા ગેસ લીકેજ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતાં ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના નાયબ નિયામક એચ.એસ. પટેલે જણાવ્યું છે કે, એમોનિયા ગેસ રીસવર કરવાની એક ટેન્ક આવેલી છે. આજે બપોરના અચાનક આ ટેન્કની બોટલના ફલેગ ગાસ્કેટમાંથી ગેસ લીકેજ થયાની જાણ કારખાનાના સલામતી વિભાગના મેનેજમેન્ટના કર્મચારીઓને અચાનક કરવામાં આવી હતી. આવા ઇમરજન્સીના સમયમાં આ કર્મચારીઓ કેટલી ઝડપે અને કેવી રીતે પોતાનું કામ સુચારૂં રીતે પાર પાડે છે, તેનો પણ અભ્યાસ આ મોકડ્રીલ થકી કરવામાં આવ્યો હતો. આ મોકડ્રીલ બાદ યોજાયેલ ડીબ્રિફીંગ સેશનમાં નાયબ નિયામક એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે, અમોનિયા ગેસ ખૂબ જ ટોક્ષિક (ઝેરી) પ્રકારનો છે. આવા ગેસના આકસ્મિક લીકેજના સંજોગોમાં તેને કાબુમાં લેવા માટે કેવી રીતે કામગીરી બજાવી તેની તાલીમ મળી રહે તે માટે આવી મોકડ્રીલ ખૂબ ઉપયોગી બની રહે છે.