Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો હોસ્પિટલે પહોંચ્યા : મૃતકોમાં ૯થી ૧૦ જેટલા બાળકોનો સમાવેશ
ગેમઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી ભયાનક હતી કે બધું બળીને રાખ થઈ ગયું

આગના ભયાવહ દૃશ્યો, મરણચીસો, પરિજનોના કલ્પાંતથી સમગ્ર વિસ્તાર બન્યો હૃદયદ્રાવક

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.રપ
રાજકોટ શહેરના કાલાવડ રોડTRPગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં ૨૮ના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે ૫ કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાલી એક કલાકની અંદર જ ૨૪ મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાની વિગતો બહાર આવી છે. રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા નઁ ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં મોડી રાત્રે અત્યાર સુધીમાં ૨૮ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. અહેવાલો પ્રમાણે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં પોલીસે ૧૦ જેટલા લોકોની અટકાયત કરી છે. તેમજ ગેમ ઝોનનો ૩૦-૪૦નો સ્ટાફ ફરાર થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે.
ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ ૨૬ મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, આ મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું કહેવાય છે. મૃતકોમાં ૯થી વધુ બાળકોની ઉંમર ૧૮થી ઓછી હોવાના અહેવાલ મળ્યા છે.
TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ અગ્નિકાંડ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરી છે.
રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને તથા ઈજાગ્રસ્તોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
રાજકોટથી આગની જે ઘટના બની છે. જેંઆ વીડિયો સામે આવ્યા છે. તેમાં મળતી માહિતી મુજબ હાલ વેકેશનનો માહોલ છે ત્યારે મોટી સંખ્યામાં બાળકો અહીં આવતા હોય છે. જે દરમ્યાન આ ઘટના બની છે. આચનક સાંજના સમયે આગ લાગી હતી. આખે આખો શેડ પર આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો. જેમાં આ ગંભીર ઘટના બની છે. જેમાં બે બાળકોના મોત થયા છે. મહત્વનું છે કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં ફાયરના સ્ટેશન ઑફિસરથી લઈ ચીફ સહિતના તમામ લોકો પહોંચી ગયા હતા. મેજર ફાયર કોલ પણ જાહેર કરવામાં વાયો છે.
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજકોટની તમામ ફાયર વિભગના બંબા પહોંચી ગયા હતા. અચાનક ડોમ પર બનાવેલો આ ગેમ ઝોન જેમાં આગ લાગી. ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકો ચિંતામાં મુકાયા હતા. બાળકો અને જે આ ગેમ ઝોનમાં કામ કરે છે તે તમામ લોકોના પરિવારજનો સ્થળ પર હાજર હતા. આગ લાગી અને અચાનક જ ડોમ ધરાશાઈ થયો હતો. આખો છઝ્ર ડોમ આ બળીને ખાખ થયો હતો. જેના ધુમાડા પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પી.એમ. રૂમ ખાતે ૨૬ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. જેઓના પી.એમ. અર્થે સૌપ્રથમ તેમની ઓળખ થઈ શકે તે માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો હોવાથી તેઓનું સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે. આ સાથે પી.એમ. માટે જરૂરી પંચનામાની કામગીરી અર્થે ગ્રામ્ય પોલીસ પી.આઈ. ત્રાજિયાની આગેવાનીમાં ૧૦ થી વધુ પોલીસની ટીમ ખડેપગે કામગીરી કરી રહી છે. મૃતકોના સ્વજનોના ડી.એન.એ. મેચ કરવા માટે રાજકોટ સિવિલ પોલીસ ચોકી ખાતે માતા-પિતા અથવા ભાઈ-બહેન જેવા સ્વજનોના સેમ્પલિંગ લેવાની કામગીરી હાલ ચાલી રહી છે.
માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહિત ૧૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા હજુ પણ મિસિંગ લોકોની યાદી મેળવવામાં આવી રહી છે. ગેમઝોનમાં કુલ ૩૫થી ૪૦ લોકો કામ કરતા હતા. તે પૈકી મિસિંગ લોકોની પણ યાદી બનાવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ગેમઝોનમાં શેડ ખાતે વેલ્ડિંગ કામ ચાલુ હતું. જેમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી અને એમાં મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
રાજકોટના નઁ ગેમઝોનમાં ફાટી નીકળેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમઝોન પાસે ફાયર ર્દ્ગંઝ્ર જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેમઝોન પાસે ફાયર ર્દ્ગંઝ્ર ન હોવાનો ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે. જયમીન ઠાકરે કહ્યું હતું કે, આ સંચાલકોને રાજકોટ મનપા અને ભાજપ સરકાર છોડશે નહીં. રાજકોટ મનપાની માત્રને માત્ર જવાબદારી ફાયર ર્દ્ગંઝ્ર આપવાની છે. આની મંજૂરી મનોરંજન વિભાગ આપતું હોય છે. એ પણ આ લોકો મનોરંજન વિભાગમાં ફાઈલ મૂકે પછી તે ફાઈલ મનપા પાસે આવે પછી મનપા મંજૂરી આપતી હોય છે. રાજકોટ મનપાની સીધી જવાબદારી નથી. રાજકોટ મનપાની એ જવાબદારી છે કે આવું કેમ બન્યું?.
મેયરએ કહ્યું કે, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ઘટનાની જાણ કરી છે. જવાબદારો સામે કડકમાં કડક સજા કરવામાં આવશે. હું બહાર ગામ હતી. ત્યાંથી રાજકોટ પહોંચીને તરત જ અહીં આવી છું. પરંતુ કહી શકાય કે ૨૪ લોકોના મોત નીપજ્યા બાદ શું કડક કાર્યવાહી કરવામાં આવશે. તે મામલે પૂછવામાં આવતા મેયરે ત્યાંથી ચાલતી પકડી હતી.
સંતોષ નામના કર્મચારીએ કહ્યું હતું કે, હું અહીં ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છું. આ જે બનાવ બન્યો ત્યારે મારા પત્ની અને મારો છોકરો પાછળના રસ્તેથી બહાર નીકળ્યા. હું અમદાવાદથી નોકરી કરવા આવ્યો છું. પોલીસે મને શેઠનું નામ પૂછ્યું મેં ચારેયના નામ લખાવી આપ્યા છે. પ્રકાશભાઈ જૈન, જે સાચવે છે તે મેનેજર નીતિનભાઈ જૈન, રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકી. મેં બધાના નામ આપ્યા છે. મને લઈ જવાનું કહે છે, હું નોકરી કરું છું. ૩૦-૪૦નો સ્ટાફ હતો બધા ભાગી ગયા છે. હું મારા છોકરા માટે અહીં રોકાયો છું. નીતાબેને જણાવ્યું હતું કે, જ્યારે આગ લાગી ત્યારે મારો છોકરો સાંજના સમયે દૂધ પીતો હતો. તે સમયે મેં આગ જોઈ તો હું તેને લઈને બહાર નીકળી ગઈ હતી. ત્યારે બધા મને ગોતવા લાગ્યા, પરંતુ હું અહિંયા ભીડમાં ઉભી હતી. જેથી મારા પતિને મળી ન હતી. હું એમને અત્યારે સાંજે જ મળી છું. એટલા માટે અમે અહિંયા છીએ, બીજા કોઈ અહીં નથી. મેં મારા છોકરાના કપડાં અને દૂધની બોટલ લેવા તેમને મોકલ્યા પણ કોઈ અંદર જવા દેતું નથી અને મારા પતિને બે થપ્પડ માર્યા અને ઢુસા પણ માર્યા. અમને મારે છે આ તો ખોટું કહેવાય. પોલીસની ટીમ બીજાને ગોતે અમને હેરાન ન કરે. અમે ગરીબ માણસ છીએ અમને હેરાન કરવાનો એમને કોઈ અધિકાર નથી.
અંદર ફસાયેલા આશાબેનના બહેન સંતોષબેન કાથળે જણાવ્યું હતું કે, આશાબેન કાથળ છે તે ટીઆરપી મોલમાં નોકરી કરે છે. એનું હજી કોઈ નામો નિશાન નથી અને એની બોડી તો જોતી જ નથી. જો કે હવે તો ક્યાંય કોઈ બચ્યું નથી. જોકે હવે તે છે જ નહીં. અમારે અમારી આશા જોઈએ જીવતે જીવતી. મેનેજરને કીધું હતું કે અમારી આશા ક્યાં છે તો એને એવું કીધું કે હજી બેન કંઈક ખ્યાલ નથી. મેનેજર બહાર ફોન લઈને પણ રખડાતા હોય. આટલી મોટી બેદરકારી ત્યારે એક લાશ પણ નથી બચી ત્યાં છોકરા છે ૧૩ મોલમાં કામ ચાલુ હતું. ૭૦ લોકોનો સ્ટાફ છે.
ફાયરકર્મીએ જણાવ્યું હતું કે, સયાજીની પાછળ નઁ મોલની અંદર આગ લાગવાનો મેસેજ મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલું છે. અંદર બધી ફ્લેમેમ્બલ મટેરીયલ હોવાથી આગ બુઝાવવામાં અમને થોડી તકલીફ પડી રહી છે. હજી નઁ મોલના કોઈ માણસ અમને મળ્યા નથી.