નર્મદાકાંઠાના ઓરપટાર, જૂની તરસાલી, તીથીદરા, જૂના પોરા,
જસરાડ ગામોના લોકોને સલામત સ્થળે ખસેડાયા
અંકલેશ્વર, તા.૩૦
કેવડીયા સ્થિત સરદાર સરોવર ડેમમાંથી દરવાજા ખોલી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી હાલ બે કાંઠે વહિ રહીછે નર્મદા નદીમાં પાણીની સપાટીમાં સતત વધારો નોંધાતા ઝઘડીયા તાલુકાનુ તંત્ર પણ એલર્ટ બન્યુ હતુ અને ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ૫ ગામોના અંદાજે ૧૫૦૦ ઉપરાંત લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત હાથધરીછે ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે ઝઘડીયા તાલુકાના કુલ ૧૪ ગામો નર્મદા નદીના કાંઠા વિસ્તાર નજીક આવેલાછે અને તમામ ગામોમાં પાણીનો ભરાવો થવાની શકયતા હોઇ ગામોના આગેવાનો સરપંચો સાથે વાતચીત કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાછે વધુમાં ભરૂચ કલેક્ટર કચેરીમાં બેઠક મળી હતી જેમાં નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં જીલ્લા સ્તરેથી એક એક અધિકારી હાજરી આપશે અને નદીના પાણીની સ્થિતિ અંગે સતત વોચ રાખશે હાલતો નર્મદા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળતા ઝઘડીયા તાલુકાના નર્મદા કિનારે આવેલા ઓરપટાર, જુની તરસાલી, તોથીદરા, જુના પોરા, જસરાડ ગામોના અંદાજે ૧૫૦૦ ઉપરાંત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવીછે તેમ મામલતદારે જણાવ્યું હતુ તો બીજી તરફ રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જયદિપસિંહ જાદવ પણ સ્ટાફના જવાનો સાથે નર્મદા કાંઠાના ગામોમાં પહોચી ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે લોકોને સલામત સ્થળે ખસીજવા અપીલ કરી લોકોને સ્થળાંતર કરવામાં મદદરૂપ બન્યા હતા.