(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
પાંડેસરાના ટુંડી ગામની પાછળ આવેલ ઝાંખરામાંથી બે દિવસ પહેલા મળી આવેલ લાશના પીએમ રિપોર્ટમાં માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટુંડી ગામની પાછળ આવેલ ઝાંખરામાંથી અજાણ્યાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગેની જાણ પોલીસના કરતા પોલીસના કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યાની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી દરમિયાન પીએમ રિપોર્ટમાં માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.