અમદાવાદ, તા.૨૩
ગુજરાતમાં કોરોના તાંડવ આજે ગુરુવારના દિવસે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. આજે ગુજરાતમાં ૨૧૭ નવા કેસ નોંધાતા કેસોની સંખ્યા વધીને ૨૬૨૪ ઉપર પહોંચી હતી. એકલા અમદાવાદમાં આજે કેસનો જોરદાર વિસ્ફોટ થયો હતો અને ૧૫૧ કેસો સપાટી ઉપર આવ્યા હતા. આજે એક જ દિવસમાં રાજ્યમાં નવ લોકોના મોત થયા હતા આની સાથે જ મોતનો આંકડો ગુજરાતમાં વધીને ૧૧૨ પર પહોંચી ચુક્યો છે. આજે અમદાવાદમાં ૧૫૧ કેસ ઉપરાંત સુરતમાં ૪૧ અને વડોદરામાં સાત કેસ નોંધાયા હતા. ભરુચમાં પાંચ કેસ સપાટી ઉપર આવ્યા હતા. હજુ સુધી કુલ પોઝિટિવ સંખ્યા ૨૬૨૪ સુધી પહોંચી છે જ્યારે કોરોના સામે જંગ જીત્યા બાદ ૨૫૮ને રજા આપી દેવામાં આવી છે. ૨૮ દર્દીઓ હજુ વેન્ટીલેટર પર લેબોરેટરી પરીક્ષણની વાત કરવામાં આવે તો હજુ સુધી ૪૨૩૮૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૩૯૭૬૦ ટેસ્ટ નેગેટિવ જાહેર થયા છે. આજે નવ લોકોના મોત થયા હતા જે પૈકી અમદાવાદમાં સાત લોકોના મોત થયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે અમદાવાદ એસવીપીમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ દર્દીઓ જુદી જુદી સમસ્યાઓથી પણ ૫ીડાતા હતા. અમદાવાદ સિવિલમાં મૃત્યુ પામેલાઓમાં ૧૬ વર્ષની સગીરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૭૫ વર્ષીય મહિલા અને ૪૮ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. એક ૭૩ વર્ષીય પુરુષનું પણ સિવિલમાં મોત થયું છે. ટૂંકમાં અમદાવાદમાં તમામ મોટી વયના લોકોના મોત થયા છે જે ડાયાબિટીસ, કિડનીના રોગ અને અન્ય બિમારીથી ગ્રસ્ત હતા. આજે સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, હવે દર ૨૪ કલાકે જ કોરોનાના આંકડા જાહેર કરવામાં આવશે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. ટેસ્ટમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી તેમ જણાવતા તેમણે કહ્યુ હતુ કે પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરવામાં આવનાર છે. દરરોજના ત્રણ હજાર ટેસ્ટમાંથી ૨૫૦૦ ટેસ્ટ અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવનાર છે. જ્યારે ૫૦૦ ટેસ્ટ ક્વોરોન્ટાઇન કરવામાં આવેલા લોકોમાં કરવામા આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે ગંભીર બિમારી હોય તેવા લોકોએ વધારે કાળજી રાખવાની જરૂર છે. ગુજરાતના સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર અમદાવાદ છે. ત્યારબાદ વડોદરા અને સુરતમાં પણ મોટી સંખ્યામાં કેસો છે. ગુજરાતમાં જે કેસો વધ્યા છે તે પૈકી મોટાભાગે અમદાવાદમાં વધી રહ્યા છે. અન્યત્ર સ્થિતિ કાબૂમાં આવી રહી છે પરંતુ અમદાવાદના લીધે આંકડો ઉલ્લેખનીયરીતે વધ્યો છે.આજે પણ કોરોના પ્રભાવિત વિસ્તારોમાં સઘન તપાસની કામગીરી જારી રહી હતી. જેના ભાગરૂપે અમદાવાદમાં વધુ ૧૫૧ કેસો સપાટી પર આવ્યા હતા. અમદાવાદમાં આજે જે ૬૭ પોઝિટિવ કેસ આવ્યા હતા. અમદાવાદમાં કેસોને રોકવા માટે વિવિધ પગલાની અસર દેખાઇ રહી છે. રાજ્યમાં કોરોનાને લઇને સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. રાજયમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના હોટસ્પોટ સ્થાનોએ સરકાર અને તંત્ર દ્વારા મહત્તમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેના કારણે હાલ રાજયમાં કોરોના પોઝિટિવના કેસોમાં આટલો ઉછાળો અથવા તો વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદ અને વડોદરા રાજ્યમાં હોટસ્પોટ તરીકે નોંધાઈ ગયા છે. કારણ કે, આ બે જગ્યા પર જ સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
રાજ્યમાં ર૪ કલાકના કોરોના પોઝિટિવ કેસ
જિલ્લો ૨૪ કલાકમાં કેસ કુલ કેસ કુલ મોત
અમદાવાદ ૨૪૫ ૧૬૫૨ ૬૯
સુરત ૭૧ ૪૫૬ ૧૩
વડોદરા ૨૧ ૨૧૮ ૧૧
અરવલ્લી ૦૩ ૧૮ ૦૧
ખેડા ૦૨ ૦૫ ૦૧
નર્મદા ૦૧ ૧૨ ૦૦
પંચમહાલ ૦૨ ૧૨ ૦૨
વલસાડ ૦૨ ૦૪ ૦૧
બોટાદ ૦૩ ૧૧ ૦૧
આણંદ ૦૬ ૩૩ ૦૨
ગાંધીનગર ૦૩ ૧૮ ૦૨
બનાસકાંઠા ૦૨ ૧૬ ૦૦
ભરૂચ ૦૫ ૨૯ ૦૨
ભાવનગર ૦૨ ૩૩ ૦૫
છોટાઉદેપુર ૦૧ ૧૧ ૦૦
ડાંગ ૦૧ ૦૧ ૦૦