(સંવાદદાતા દ્વારા)
અમરેલી તા.૨૫
ધારી તાલુકાના ગીગાસણ ગામનો મૂળ રહેવાસી અને સુરત ખાતે કડિયા કામ કરતા કડિયા યુવાન કોરોના મહામારીના કારણે લોકડાઉન થતા ગીગાસણ ગામે આવેલ હતો અને પોતાના વતનમાં કોઈ કામ ધંધો ના મળતા આર્થિક તંગીથી કંટાળી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો. પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ધારીના ગીગાસણ ગામનો મૂળ વતની અને સુરત ખાતે કડિયા કામ કરતો મનસુખ રણછોડભાઈ ચૌહાણ ઉવ-૫૦નો કોરોના મહામારીના કારણે લોકડાઉન થતા સુરતથી પોતાના વતન ગીગાસણ આવેલ હતો જ્યાં કેટલાક સમયથી કામ ધંધો ના મળતા આર્થિક તંગીથી કંટાળી જતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો બનાવ અંગે મૃતકના ભાઈ વિપુલભાઈ રણછોડભાઈ ચૌહાણએ ધારી પોલીસમાં જાહેર કર્યું હતું.