ત્રણ હુમલાખોરો ઠાર મરાયા, મૃત્યુઆંક વધવાની દહેશત : યુનિવર્સિટીમાં ચાલી રહેલા બૂક ફેરની ઈરાનના રાજદૂત મુલાકાત લેનાર હતા
(એજન્સી) કાબૂલ, તા.૨
કેટલાક બંદૂકધારીઓએ કાબુલ યુનિવર્સિટીના કેમ્પસ ઉપર હુમલો કર્યો છે, આ ઘટનામાં ઓછામાં ઓછા ૨૨ વિદ્યાર્થીના મૃત્યુ થયા છે જ્યારે ૪૦ લોકોને ઈજા પહોંચી છે. હુમલાખોરોએ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે સુરક્ષાદળોએ ત્રણેય હુમલાખોરોને ઠાર માર્યા છે. આ અગાઉ હુમલાખોરો જ્યાં પણ વિદ્યાર્થીઓને જોતા હતા ત્યાં ફાયરિંગ કરતા હતા. ૩ બંદુકધારીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મૃત્યુ થયા છે અને ૪૦ ઈજાગ્રસ્ત થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે યુનિવર્સિટીમાં બુકફેરમાં આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં અનેક લોકો ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બંદૂકધારીઓએ આ હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ બુક એક્ઝિબિઝનમાં ઈરાનના રાજદૂત બહદોર એમિનિયન અને સાંસ્કૃતિક બાબતના નેતા મોજતાબા નોનૂઝી ભાગ લેવાના હતા. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તા તારીક અરીયને કહ્યું છે કે અફઘાનિસ્તાનના દુશ્મનો, શિક્ષણના દુશ્મનો કાબુલ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો.યુનિવર્સિટીના ઉત્તર ભાગમાં આવેલા ગેટ પર વિસ્ફોટ થયા બાદ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બચવા માટે ભાગદોડ કરી હતી. અંદર ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. પોલીસે એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. તાલિબાને કહ્યું છે કે આ હુમલામાં તેના કોઈ સભ્ય સંડોવાયેલ નથી
આ ઘટના બાદ હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રિકાઉન્સિલેશનના પ્રમુખ અબ્દુલ્લા અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું કે કાબુલમાં કરવામાં આવેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની ટીકા કરું છું. શૈક્ષણિક સંસ્થાઓને ટાર્ગેટ કરવી તે જઘન્ય અપરાધ છે. વિદ્યાર્થીઓને શાંતિથી અભ્યાસ કરવાનો અધિકાર છે.