નવી દિલ્હી, તા.૨૧
ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા મોહમ્મદ સિરાજ માટે શનિવારની રાત ખૂબ જ ખરાબ સમાચાર લઈને આવી. હૈદરાબાદમાં મોહમ્મદ સિરાજના પિતા મોહમદ ગૌસનું નિધન થઈ ગયું. મોહમદ ગૌસ લાંબા સમયથી ફેફસાની બીમારીથી પીડાતા હતા. પિતાના નિધનના સમાચાર મળ્યા બાદ જેવી રીતે મોહમદ સિરાજે તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવાની વાત કહી તે પૂર્વે કપ્તાન અને હાલના બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ખૂબ જ પસંદ આવી ગાંગુલીએ સિરાજ અને તેની વિચારસરણીને સલામ કરી છે. મોહમદ સિરાજના પિતાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા ગાંગુલીએ ટ્વીટ કર્યું કે, સિરાજને દુઃખદ ઘડીનો સામનો કરવાનું રાહત મળે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેની સફળતા માટે મારી દુઆ તેની સાથે છે. શાનદાર વ્યક્તિત્વ અત્રે ઉલ્લેખનીય છે કે, મોહમદ સિરાજ પોતાના પિતાની દફનવિધિમાં પણ સામેલ થઈ શક્યો નહીં કારણ કે, તે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટાઈનમાં છે. પોતાના પિતાના નિધન પર મોહમ્મદ સિરાજે કહ્યું કે તે પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કરશે.