(એજન્સી) તા.ર૬
બેહરીનના ઉદ્યોગ મંત્રીએ બુધવારે ઈઝરાયેલની વેપાર સંવર્ધન એજન્સીના અધ્યક્ષ અને ઈઝરાયેલના સૌથી મોટી બેંક હાપોલીમના મુખ્ય કાર્યકરી સાથે મુલાકાત કરી. ખાડી રાજ્યની રાજ્ય સમાચાર એજન્સીએ જણાવ્યું કે ઝાયદ બિન રાશિદ અલ-જાયનીએ આંતરરાષ્ટ્રીય સહયોગ સંસ્થાના અધ્યક્ષ આદિવ બરૂચ અને એક ઈઝરાયેલી વેપાર પ્રતિનિધિ મંડળના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી. હાપોલીમે જણાવ્યું કે તેના સીઈઓ ડોવ કોટલરે મંત્રીની સાથે સાથે હારેલ ગ્રુપના સીઈઓ મિશેલ સિબોની અને વિયોલા ફિનટેક ફંડના સંસ્થાપક અને સામાન્ય ભાગીદાર ડેનિયલ સિડોન સાથે પણ મુલાકાત કરી. બેહરીન અને ઈઝરાયેલે સપ્ટેમ્બરમાં ઔપચારિક સંબંધ સ્થાપિત કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.ે મધ્ય પૂર્વના રાજ્યોએ વાણિજ્યવાસ ખોલવા, ઓનલાઈન વિઝા સિસ્ટમ સ્થાપિત કરવા અને સાપ્તાહિક ફલાઈટો શરૂ કરવા પર સંમતિ વ્યક્ત કરી.