• દુનિયાના ૩૦ દેશોમાં જોવા મળેલ મોનોલિથ (સ્તંભ) ગુજરાતમાં
• કયાંથી આવ્યો ? કોણ મૂકી ગયું ? કંઈ ખબર નથી
અમદાવાદ,તા.૩૧
દુનિયાના ૩૦ અલગ અલગ સ્થળોએ જોવા મળ્યા બાદ હશે મોનોલિથ ભારતમાં અને એ પણ અમદાવાદમાં જોવા મળતા લોકોમાં ભારે કૂતુહલ જોવા મળી રહ્યું છે. નવા વર્ષ ર૦ર૧ની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં થલતેજ વિસ્તારના સિમ્ફની ગાર્ડનમાં એક ચમકતા સ્તંભે (મોનોલિથ) ભારે આશ્ચર્ય સજર્યું છે. લોકો માટે આ એક રહસ્યમયી બાબત બન્યું છે. કેમ કે આ સ્તંભ કયાંથી આવ્યો ? કયારે આવ્યો ? કોણ મૂકી ગયું તેના વિશે કોઈને કોઈ જ માહિતી નથી આ વાત ફેલાતા જ લોકો મોનોલિથ સાથે ફોટા પડાવવા ઉમટી પડયા છે. મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે જે એક સ્ટીલનું સ્ટ્રકચર છે. આ મોનોલિથ બેથી ત્રણ દિવસ પહેલા અહીં કોઈ મૂકી ગયાનું જાણવા મળ્યું છે. આવા મોનોલિથ વિશ્વના ૩૦ દેશમાં દેખાયા છે પરંતુ તે કોઈ મુકી ગયા છે તેની કોઈ જ માહિતી હજુ સુધી મળી નથી. અમેરિકામાં મહિના પહેલા આવું મોનોલિથ દેખાયું હતું. જે બાદમાં તે અચાનક ગાયબ થઈ ગયું હતું. એલિયન્સ દ્વારા મૂકી જવાતા મનાતા અને દુનિયાભરમાં ૩૦ દેશોમાં વિવિધ જગ્યાઓ ઉપર જોવા મળેલો મોનોલિથ ગુજરાતના અમદાવાદમાં દેખાતા હાહાકાર મચી ગયો છે અને થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રકચર જોવા મળતા ઉત્તેજના છવાઈ ગઈ છે આ વસ્તુ એલિયન મૂકી ગયાની વાતથી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અનેક અટકળો વહેતી થઈ છે આ મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે. જે એક સ્ટિલનું સ્ટ્રકચર છે. આ સ્ટ્રકચર કયાંથી આવ્યું અને કોણે ઉભુ કર્યું તેની કોઈની પાસે કોઈ જ જાણકારી નથી. આ રહસ્યમય મોનોલિથ અમદાવાદમાં જોવા મળતા લોકોમાં ગજબનું કુતુહલ ફેલાયું છે. અમદાવાદના ગાર્ડનમાં જે જોવા મળ્યું તેજ વસ્તુ આ વર્ષે નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં ૧ર ફુટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો.ત્યાર બાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કન્ટ્રી રોમાનિયા તથા અન્ય સ્થળે મોનોલિથ જોવા મળ્યા હતા. અમદાવાદમાં જોવા મળેલી રહસ્યમય વસ્તુ દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૩૦ દેશોના વિવિધ સ્થળોએ આ રહસ્યમય મોનોલિથ જોવા મળ્યા છે. અમદાવાદના સિમ્ફની ગાર્ડનમાં અચાનક પ્રગટ થયેલા ત્રિકોણાકાર સ્ટીલના સ્ટ્રકચરના મોનોલિથમાં કેટલાક નંબર પણ લખાયેલા જોવા મળ્યા છે. આ મોનોલિથના ઉપર એક સિમ્બોલ પણ જોવા મળ્યું છે. સિમ્ફની ગાર્ડન પીપીપી ધોરણે ઉભો કરાયો છે અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિમ્ફની કંપનીએ મળીને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે ગાર્ડન બનાવ્યો છે. પરંતુ અહીં જોવા મળેલા મોનોલિથની જાણકારી એએમસીકે ગાર્ડન સંચાલન કરનાર પાસે પણ નથી. ૧૯૬૮માં ઓર્થર સી કલાર્કના ર૦૦૧ : અ સ્પેસ ઓડેસી નામની સાયન્સ ફિકશન બુકમાં આ પ્રકારના રહસ્યમય મોનોલિથનો ઉલ્લેખ કરાયો હતો. આ બુક પરથી હોલિવુડમાં આ જ નામથી એક ફિલ્મ પણ બની હતી. બુક અનુસાર એલિયન્સે મોનોલિથ લગાવ્યા હતા. જેથી સ્પેસમાં સાથી એલિયન્સ સાથે સંપર્ક કરી શકાય. આ મોનોલિથ પૃથ્વી પર પ્રાગઐતિહાસિક યુગની એક જાતિના લોકોનો મગજનો વિકાસ કર્યો હતો અને તેના પરિણામે આજના મનુષ્યનો જન્મ થયો છે આમ હવે એલિયન દ્વારા આ વસ્તુ અમદાવાદના ગાર્ડનમાં મુકી દેવાયાની વાત માત્રથી ભારે ચકચાર મચી ગઈ છે.