વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બ્રિસ્લેનમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ ત્રણ વિકેટથી શાનદાર જીત માટે અભિનંદન પાઠવ્યા છે. ભારતે સિરિઝ ૨-૧થી જીતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે જાળવી રાખી. મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમની સફળતાથી આપણે બધા ઘણા ઉત્સાહિત છે. પૂરી મેચ દરમિયાન તેમનું પ્રદર્શન ઉર્જા અને ઝનૂનથી ભરેલું રહ્યું તેમની ઈચ્છા શક્તિ, દૃઢતા અને સંકલ્પ ઉત્કૃષ્ઠ રહ્યો. ટીમ ઈન્ડિયાને અભિનંદન ભવિષ્ય માટે શુભેચ્છા. ભારતે આજે ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવી સિરિઝ ૨-૧થી જીતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી. સચિન તેન્ડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે, દરેક સિરિઝમાં નવો હીરો મળ્યો, જ્યારે પણ આપણને પડકાર મળ્યો આપણે વધારે સારૂ પ્રદર્શન કર્યું. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ટ્વીટ કરી ટીમને વિજય માટે શુભેચ્છા પાઠવી છે.