MuslimMuslim Freedom FightersReligion

ભારતની આઝાદીમાં ભવ્ય યોગદાન આપનારા એવા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુર મહિલાઓ, જેમના ઈતિહાસને આજે ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

શરફુદ્દીન કાદરી

દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ

“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (ૈંદ્ગછ)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી. હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
શરફુદ્દીન કાદરી
સૈયદ મોહમ્મદ શરફુદ્દીન કાદરી, ભારતના એક અન્ય મુક્તિ સેનાની છે, તે તેમના અસાધારણ ઉમદા કાર્યો માટે યાદ કરવામાં આવે છે. કાદરીનો જન્મ ૧૯૦૧માં બિહારના નવાદા જિલ્લાના કુમરાવ નામના દૂરના ગામમાં થયો હતો. તેમનો પરિવાર ૧૯૩૦ના દાયકાના મધ્યમાં કલકત્તા ગયો હતો. તેઓ એક પ્રખ્યાત યુનાની પ્રેક્ટિશનર હતા જેમણે કોલકાતામાં યુનાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેઓ હિકમત-એ-બંગાલા નામના મેડિકલ મેગેઝિનના સ્થાપક હતા. તેઓ મીઠા સત્યાગ્રહ ચળવળ દરમિયાન ૧૯૩૦માં ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા. તેમને મહાત્મા ગાંધીની જેમ જ જેલમાં રાખવામાં આવ્યા હતા અને દરેક સંઘર્ષમાં તેઓએ ગાંધીજીને યોગ્ય રીતે મદદ કરી હતી. તેમના પુત્ર મંઝર સાદીકે કહ્યું હતું કેઃ મારા પિતાને ગાંધીજી સાથે અંગ્રેજોએ કટકમાં કેદ કર્યા હતા. સવિનય આજ્ઞાભંગ ચળવળ દરમિયાન તેઓ દરેક જગ્યાએ તેમની સાથે હતા અને તેમણે બે-રાષ્ટ્ર સિદ્ધાંતનો પણ વિરોધ કર્યો હતો. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ, ૧૧૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું, તેઓને પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)

Related posts
Religion

ઈસ્લામની આર્થિક વ્યવસ્થા

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ…
Read more
Religion

હદીસ બોધ

રોજી મેળવવાની શ્રેષ્ઠ રીત પોતાનું…
Read more
Religion

હદીસ બોધ

એકબીજા સાથે ભલાઈથી વર્તો, એથી ભાઈચારો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.