મગફેરત, રહેમત, નજાત, ઈબાદતના માહે મુબારક રમઝાનમાં ખૈરાતનું પણ આગવું મહત્ત્વ છે એટલે જ ઈસ્લામમાં ઝકાત, સદકા, ફિતરા વગેરે પર ખાસ ભાર મૂકાયો છે કે, એક પણ વ્યકિત વંચિત ન રહે… જો આપણે આપણા દાનનો પ્રવાહ યોગ્ય દિશામાં યોગ્ય માત્રામાં વાળીએ તો માત્ર ભારત જ નહિ પણ સમસ્ત વિશ્વના મુસ્લિમોની સ્થિતિમાં ઘણો ફરક પડી જાય… આપણે દાનની રકમ યોગ્ય રીતે કાઢીએ એ જ પૂરતું નથી પરંતુ તે યોગ્ય પાત્ર વ્યકિત સુધી પહોંચે છે કે નહિ એની પણ ખાતરી કરીએ તો પરિસ્થિતિમાં ઘણો સુધારો થાય એમ છે અને વિશ્વમાં કોઈપણ રોઝેદાર ભૂખ્યો ન રહે પછી તે ગાઝામાં હોય કે સુદાનમાં હોય કે અન્યત્ર કયાંય પણ હોય… પ્રથમ તસવીર રાફાહની જ્યાં ઈફતાર માટેનું ભોજન મેળવવા કતારોમાં ટળવળતા પેલેસ્ટીનીઓની છે… પરિસ્થિતિ એવી છે કે લાઈનમાં ઊભેલા દરેકને ભોજન મળશે કે કેમ એ પણ સવાલ છે કારણ કે ભોજન સીમિત છે અને ભૂખ્યાં લોકો ઘણા છે. બીજી તસવીર દક્ષિણી ગાઝા પટ્ટીમાં પોતાના ઘરના કાટમાળ પાસે બેસીને જે મળ્યું તેમાં અલ્લાહનો શુક્ર અદા કરીને ઈફતાર કરી રહેલો પેલેસ્ટીનીપરિવાર નજરે પડે છે.