માહે રમઝાનના આ આખરી અશ્રહમાં ઈબાદતોની અનેક મોટી રાત્રિઓ પણ આવે છે જે પૈકી એક લયલતુલ કદ્ર છે.. આ રાત્રિમાં જો સાચા દિલથી બંદા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને મનાવે તો અલ્લાહ એટલો રહેમ કરવાવાળો છે કે તે બંદાના ગુના પણ માફ કરે છે અને એની દૂઆ પણ સાંભળે છે અને નસીબ પણ પલટી દે છે. આવો આપણે સમગ્ર માનવજાતના કલ્યાણની સમસ્ત ઉમ્મત પર રહેમત માટેની દૂઆ કરીએ અને ખાસ કરીને આવા પવિત્ર મહિનામાં પણ આપણા વિશ્વભરમાં પથરાયેલા બાંધવો જે પણ તકલીફમાં હોય એમને રાહત, સુખ અને ચેન મળે એવી દૂઆ ગુજારીએ… પ્રથમ તસવીર દક્ષિણી ગાઝાપટ્ટીમાં ભોજન માટે કતારમાં ઊભેલી પેલેસ્ટીની મહિલાઓ અને બાળકોની છે જ્યારે બીજી તસવીરમાં ઈફતારી માટેનું ભોજન વિતરીત કરાઈ રહ્યું છે.