Injustice

‘જેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી, તેણે વિશ્વ ગુમાવ્યું’ : હાઇકોર્ટ

હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે પેલેટના છરાથી આંખની ઈજાનો ભોગ બનનાર દર્દીઓને સારવાર અહીં ન આપી શકાય તેમ હોય તો તેઓને SMHSની બહાર શસ્ત્રક્રિયાઓ માટે મોકલવા જોઈએ

આ ફોટોગ્રાફ કોઈપણ સંવેદનશીલ આત્મા સહન ન કરી શકે. આ પાંચ વર્ષનો બાળક
છે ! તમે તેના પર પત્થરમારો કરવા માટે દોષારોપણ ન કરી શકો

(એજન્સી) શ્રીનગર, તા.૨૪
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એન પોલ વસંતકુમાર અને જસ્ટિસ મુઝફ્ફર હુસૈન અત્તરની ખંડપીઠે નિરીક્ષણ કરત કહ્યું હતું કે “જેઓએ પોતાની આંખની દૃષ્ટિ ગુમાવી તેણે જાણે કે સમગ્ર બ્રહ્માંડ ગુમાવી ગુમાવી દીધું”, હાઇકોર્ટે શનિવારે સરકારને કહ્યું હતું કે ખીણમાં સરકારી દળો દ્વારા લેવામાં આવેલ પગલાઓમાં ઇજા પામનાર દર્દીઓને સમયસર સારવાર મળે તેની કાળજી રાખવામાં આવે.
તેમણે કહ્યું કે “આ ખૂબ જ ગંભીર બાબત છે. અને તાત્કાલિક પગલાં લેવા જોઈએ”. SMHSમાં સાધનોની અછત અને નિષ્ણાત ડોકટરોની જરૂરી સંખ્યાની અછત સૂચવતા મીડિયાના અહેવાલોના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે લોકોને છેલ્લા બે અઠવાડિયા દરમિયાન મુખ્યત્વે ગોળીઓને કારણે આંખમાં ઇજા થઈ છે. બેન્ચે ઠપકો આપતા કહ્યું હતું કે “આ બધાની ચિંતાનો વિષય છે. અખબારોમાં દૈનિક અહેવાલો આવતા હોય છે અને તમને (એડવોકેટ જનરલને) આંખની ઇજાઓના દર્દીઓની સંખ્યા વિશે કોર્ટને જાણ કરવામાં ત્રણ દિવસ લાગે છે. તમે આજે રિપોર્ટ આપો છો તેનો અર્થ એ છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, અને કંઈક વાતનો અભાવ છે. જો કોઈ તેની દ્રષ્ટિ ગુમાવે છે તો તે બધું ગુમાવે છે. તે જાણે સમગ્ર વિશ્વ ગુમાવે છે”
અહેવાલોમાં જણાવ્યું હતું કે SMHSહોસ્પિટલના નેત્રરોગ ચિકિત્સા વિભાગમાં ૮ જુલાઈથી આજ સુધીમાં આંખોમા ઇજાઓના ૧૮૩ દર્દીઓ આવ્યા છે. ડોકટરોએ જણાવ્યુ હતું કે આ પૈકીનાં છ દર્દીઓએ બંને આંખોમાં દ્રષ્ટિ ગુમાવી છે જ્યારે ૧૦ દર્દીઓ એક આંખમાં દ્રષ્ટિ ગુમાવી છે. અને સર્જનો દ્વારા આગામી ત્રણ સપ્તાહમાં ૧૪૦ દર્દીઓને રેટિનાની શસ્ત્રક્રિયાની જરૂર છે. ડોક્ટરોને ટાંકતા આ અહેવાલમાં જણાવ્યું હતું કે જીસ્ૐજી હોસ્પિટલમાં એક દિવસમાં૩ થી ૪ દર્દીઓની શસ્ત્રક્રિયા થઈ શકે અને એક સપ્તાહ આશરે ૨૮ શસ્ત્રક્રિયાઓ થઈ શકે. માટે ૧૪૦ દર્દીઓ પર શસ્ત્રક્રિયા કરતાં પાંચ અઠવાડિયા લાગી શકે છે, જેનો અર્થ એ થાય છે કે દર્દીઓ સારવારના અભાવે આંખ ગુમાવી શકે છે અને સમગ્ર જીવન માટે તેમની દૃષ્ટિ નિષ્ક્રિય બની જાય છે.
કોર્ટે જણાવ્યુ હતું કે “સમાચારની વિગતો મુજબ સત્તાવાળાઓને સાચું જોવા તો તાત્કાલિક પગલાં લઈને રેટિના શસ્ત્રક્રિયા કરવી જોઈએ. દર્દીઓને સારવાર આપવા માટે જગ્યાનો અભાવ, ઓપરેશન ટેબલનો અભાવ, સર્જિકલ વસ્તુઓ અથવા સર્જનનો અભાવ એ બહાના ચાલી શકે નહીં. દર્દીઓને તેમની આંખોમાં દ્રષ્ટિ મેળવવા માટે સમયસર સારવાર આપવી જોઈએ.
કોર્ટે કાશ્મીર આરોગ્ય સેવાઓના ડિરેક્ટર તેમજ સરકારી મેડિકલ કોલેજ શ્રીનગરના નિર્દેશકને કહ્યું હતું કે તેઓ વ્યક્તિઓની આંખની સારવાર માટે વિલંબ કર્યા વગર તેઓને સારવાર આપવા માટે સક્રિય રીતે અને તાબડતોબ નિર્ણય લે. કોર્ટે જણાવ્યુ હતું કે “એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જો તમામ દર્દીઓને જીસ્ૐજી હોસ્પિટલ, શ્રીનગર ખાતે સારવાર આપી શકાય તેમ નથી, તો દર્દીઓને શસ્ત્રક્રિયા સહિતની સારવાર પૂરી પાડવા માટે અન્ય હોસ્પિટલોમાં (રાજ્યની બહાર) મોકલવામાં આવે”. અને કોર્ટે સત્તાવાળાઓને નિર્દેશિત કર્યા હતા કે તેઓ ૨૬ જુલાઈએ ૧૦ઃ ૩૦ કલાકે કોર્ટને આ વિશે રિપોર્ટ આપે.
અન્ય એક અહેવાલમાં ૫ વર્ષના છોકરાને આંખમાં છરો વાગ્યો છે અને તેને હોસ્પિટલમાં ઈજા માટે સારવાર આપવામાં આવી રહી તે ચિત્ર પણ જોયું હતું.
કોર્ટે કહ્યું હતું કે “આવા બનાવોમાં માત્ર યોગ્ય સારવાર જ નહીં પણ રાજ્ય દ્વારા અસરગ્રસ્ત વ્યક્તિઓના પરિવારોને વળતર પણ આપવું જોઈએ.” કોર્ટે કહ્યું હતું કે “ આ ફોટોગ્રાફ કોઈપણ સંવેદનશીલ આત્મા સહન ન કરી શકે. આ ૫ વર્ષનો બાળક છે ! તમે તેના પર પત્થરમારો કરવા માટે દોષારોપણ ન કરી શકો” જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન, કોર્ટે નોંધ્યું હતું કે પોલીસ અને અન્ય કાયદાની એજન્સીઓ દ્વારા મેડિકલની દુકાનો ખોલવા અને દવાઓ વેચવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. બેન્ચે એડવોકેટ જનરલને જણાવ્યું હતું કે “મીડિયાના અહેવાલો છે કે તબીબી દુકાનો કેટલાક વિસ્તારોમાં ચલાવવા દેવામાં આવતી નથી, અમને જણાવો કે તમે મેડિકલની દુકાનો બંધ કરવાનો ઓર્ડર કેવી રીતે કરી શકો છો? “.
કોર્ટે કહ્યું હતું કે “સરકાર કહે છે કે તેણે સમાચારપત્ર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો નથી પરંતુ પોલીસ ત્યાં ગઈ હતી અને મુદ્રિત સામગ્રી અથવા પ્લેટો કબજે કરી હતી. તે હકીકત છે જે વિવાદાસ્પદ છે. જો આવી જ રીતે સરકારમાં નીચલા સ્તરે કોઈક કંઈક તોફાન કરી રહ્યું છે અને એ શોધવું એ સરકારનું કામ છે. અમારા પ્રયત્નો એટલા જ છે કે બધા લોકોને દવા મળવી જોઈએ.” કોર્ટે જણાવ્યું હતું કે કાયદાની એજન્સીઓ કોઈપણ તબીબી દુકાન બંધ કરવા માટે દબાણ કરી શકે નહીં. અને જ્યાં જરૂરી હોય ત્યાં આવી મેડિકલ સ્ટોરણે રક્ષણ પૂરું પાડવું જોઈએ. રાજ્યમાં દવાના અભાવે લોકો પરેશાન થવા જોઈએ નહીં. અને દર્દીઓને દવા પૂરી પાડવા માટે પરવાનગી આપવામાં આવવી જોઈએ.” કોર્ટે એડવોકેટ જનરલને પુછ્યું હતું કે ૯ જુલાઈ થી સરકાર દ્વારા લાદવામાં આવેલ સંચારબંધી બાદ કેન્સરના દર્દીઓને પૂરતી દવા મળે છે કે કેમ તેની માહિતી આગામી સુનાવણીમાં આપવા કહ્યું હતું. કાશ્મીરની એક એનજીઓ- જેકે પિપલ્સ ફોરમ દ્વારા દાખલ કરવામાં આવેલ એક અરજીની સુનાવણી કરતાં કોર્ટે આ આદેશ જારી કર્યો હતો.
લેખક : એમ.એ.પેરી
સૌ.ઃ કાશ્મીર રીડર

Related posts
HatredInjustice

આવા અન્ય બનાવોની તપાસ થવી જરૂરીમાથે ટોપી પહેરી મુસ્લિમ હોવાનો દેખાવ કરી હિન્દુ મતદારોને ભાંડનારા ધીરેન્દ્રની ધરપકડ

વાયરલ વીડિયોમાં મુસ્લિમ હોવાનો દેખાવ…
Read more
HatredInjustice

‘તેઓનો પીછો કરવામાં આવ્યો હતો’ : છત્તીસગઢમાં ભેંસોને લઈને જતાં મુસ્લિમ વ્યક્તિઓ પર હુમલો : બેનાં મૃત્યુ અને એક ગંભીર રીતે ઘાયલ

આ હુમલામાં ૨૩ વર્ષીય મુસ્લિમ પશુ…
Read more
Injustice

અમિત શાહને ‘ક્લિન ચિટ’ આપવાના ન્યાયશાસ્ત્રના ઝેરી પરિણામો

કૌસરબી, તેના પતિ સોહરાબુદ્દીન અને…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.