Muslim Freedom Fighters

ભારતના મહત્ત્વના મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી

દેશની આઝાદીના મુસ્લિમ વીરો

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ વિશ્વના ઇતિહાસમાં સૌથી લાંબો સ્વતંત્રતા સંગ્રામ છે. ભારતના નેતાઓને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મેળવવામાં લગભગ ૯૦ વર્ષ લાગ્યા હતા. વિવિધ જાતિઓ અને રજવાડાઓના શાસકોએ સમયાંતરે બ્રિટિશ સામ્રાજ્ય સામે બળવો કર્યો હોવા છતાં તેમનો બળવો અમુક ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત હતો અને તે સમગ્ર રાષ્ટ્ર માટે ન હતો. પ્રથમ મોટો બળવો જે સમગ્ર ભારતીય મુખ્ય ભૂમિમાં એકસાથે થયો હતો તે ૧૮૫૭નો બળવો હતો જ્યારે ભારતના મોટાભાગના ઉત્તરીય ભાગમાં બહાદુર શાહ જાફરના બેનર હેઠળ એક થયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં કરવામાં આવી હતી અને ૧૯૦૫માં (બંગ ભંગ ચળવળ) સાથે રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાની એક વિશાળ લહેર શરૂ થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૦માં બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી હતી અને અંતે, ભારતે ૧૯૪૭માં તેની સ્વતંત્રતા હાંસલ કરી લીધી હતી. સમાજના લગભગ દરેક વર્ગે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને આઝાદી પછી, ભારત સરકારે લગભગ દરેક વ્યક્તિના યોગદાનને સન્માનિત કર્યું હતું. ઇસ્લામ એ ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે અને સ્વાતત્રતા પહેલાના વર્ષો દરમિયાન હજારો મુસ્લિમો હિંદુઓ સાથે મળીને લડ્યા હતા પરંતુ સમય જતાં, મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓના નામ ઇતિહાસ તેમજ પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચના માટે પણ મુસ્લિમોને દોષી ઠેરવવામાં આવે છે. આઝાદીના ૭૦ વર્ષ પછી, જો આપણે ભારતના ત્રણ મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ વિશે કોઈને પૂછીએ, તો મોટાભાગના લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. ઈતિહાસના પાઠ્ય પુસ્તકોમાં પણ અશફાકુલ્લા ખાન, સર સૈયદ અહમદ ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને અન્ય કેટલાક નેતાઓ જેવા માત્ર કેટલાક નેતાઓને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે મેં ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે ભાગ્યે જ કેટલીક વેબસાઇટ્‌સ હતી જે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની વિગતવાર યાદી આપે છે અને વિકિપીડિયા પેજ પણ જ્યારે મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ માટે સર્ચ કરવામાં આવે ત્યારે કોઈ પરિણામ દર્શાવતુ નથી. તો હવે સવાલ એ થાય છે કે આ માટે કોઈ ચોક્કસ ડેટા કેમ નથી અથવા એ સાચું છે કે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુસ્લિમોનું યોગદાન ઘણું ઓછું છે ? મેં ભારતીય સ્વતંત્રતા ચળવળને લગતી વિવિધ યાદીઓ, વેબસાઇટ્‌સ, પુસ્તકો અને સામયિકો શોધવાનું શરૂ કર્યું અને અંતે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની યાદી સામે આવી હતી. હું આશા રાખું છું કે આ લેખ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસ્લિમોના યોગદાન વિશેની ખોટી દંતકથાઓને રદિયો આપશે અને જેઓ સ્વતંત્રતા ચળવળને ધર્મ અને જાતિના લેન્સથી પણ જુએ છે તેમને યોગ્ય માર્ગદર્શન આપશે.

વક્કોમ મજીદ : વક્કોમ મજીદનો જન્મ ૨૦ ડિસેમ્બર ૧૯૦૯ના રોજ ત્રાવણકોરના એક અગ્રણી કુલીન મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ તેમના કાકા વક્કોમ મૌલવી તેમજ નારાયણ ગુરુના સામાજિક અને રાજકીય કાર્યકરોથી પ્રેરિત હતા. તેઓ રાજનીતિમાં જોડાયા અને ત્યારબાદ તેમના પ્રારંભિક શાળાના દિવસોમાં ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ કેરળ રાજ્યમાં ભારતીય સ્વતંત્રતા ચળવળના ધ્વજવાહક હતા અને ત્રાવણકોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રારંભિક નેતા હતા. તેમણે ૧૯૪૨માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાક મહિનાઓ સુધી જેલમાં રહ્યા હતા. તેમણે મુસ્લિમ લીગ અને જિન્નાહના બે-રાષ્ટ્રોના સિદ્ધાંતનો વિરોધ કર્યો તેમજ એક રાજ્ય તરીકે “સ્વતંત્ર ત્રાવણકોર”ના વિચારનો વિરોધ કર્યો હતો.
ભારતીય રાષ્ટ્રીય સેનાના હીરો વક્કોમ કાદિરને અંગ્રેજોએ મૃત્યુદંડની સજા ફટકારી હતી. તે સમયે વક્કોમ મજીદે મદ્રાસ સેન્ટ્રલ જેલમાં તેમની મુલાકાત લીધી અને કાદિરનો પત્ર તેના પિતાને પહોંચાડ્યો હતો. વક્કોમ મજીદ માનતા હતા કે માત્ર એક બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી ભારત જ જનતાના હૃદય અને આત્માને સાથે રાખી શકે છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ અને સ્વતંત્રતા ચળવળમાં સહભાગિતા માટે, તેમને ૧૯૭૨માં ભારતના તત્કાલિન વડાપ્રધાન દ્વારા ભારતીય સ્વતંત્રતાની રજત જયંતી ઉજવણીની પૂર્વસંધ્યાએ “તામ્રપત્ર” એનાયત કરવામાં આવ્યો હતો. ૧૦મી જુલાઈ ૨૦૦૦ ના રોજ તેમનું અવસાન થયું હતું.

Related posts
Muslim Freedom Fighters

મૌલાના ઉબૈદુલ્લા સિંધી મુસ્લિમ લીગના કોમવાદીરાજકારણ સામે લડત આપતા શહીદ થયા હતા

મૌલાના ઉબૈદુલ્લા સિંધીની એક દુર્લભ…
Read more
Muslim Freedom Fighters

કેરળના મહાન સ્વતંત્રતા સેનાની મુહમ્મદ અબ્દુર્રહેમાન

આઝાદીના જંગમાં મુસ્લિમોનું…
Read more
Muslim Freedom Fighters

આઝાદીમાં મુસ્લિમો : ‘જય હિંદ’થી ‘સારે જહાં સે અચ્છા’ સુધી..

કોમવાદી તાકાતો સતત મુસ્લિમોને…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.