Religion

ફિકહ (ઈસ્લામી ધર્મશાસ્ત્ર)

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

ફિકહનો શાબ્દિક અર્થ છે સમજવું, અથવા તો સૂઝ-બૂઝ કે જેના દ્વારા કોઈ વાતની વાસ્તવિકતા સુધી પહોંચી શકાય. પરંતુ જ્યારે ફિકહનો શબ્દ ઈસ્લામ ધર્મના વિશેષ સંદર્ભમાં બોલવા કે પ્રયોગ કરવામાં આવતો હોય તો આનો પારિભાષિક અર્થ ‘ઈસ્લામી ધર્મશાસ્ત્ર’ હોય છે.
ઈસ્લામી ઈતિહાસમાં ધર્મશાસ્ત્રીઓ તથા સમાજશાસ્ત્રીઓએ ફિકહની ઘણી બધી પરિભાષાઓ વર્ણવી છે. તેઓ પૈકીના એક મહત્ત્વપૂર્ણ ધર્મશાસ્ત્રી ઈમામ અબૂ હનીફાના અનુસાર ફિકહ તે શાસ્ત્રનું નામ છે, જેના દ્વારા મનુષ્યને સંપૂર્ણપણે અને પ્રત્યક્ષ સ્વરૂપે પોતાના લાભ અને હાનિનું જ્ઞાન થઈ શકે.
મુસ્લિમ ઈતિહાસ તથા સમાજના અધ્યયનથી જાણવા મળે છે કે જુદી જુદી સમસ્યાઓને કારણે સમાજના પ્રત્યેક વ્યક્તિ માટે આ સંભવ નથી કે તે ધાર્મિક સ્ત્રોતોના વિશેષ અધ્યયન દ્વારા એ જાણી શકે કે આમાં તેમના જીવન વિતાવવા સંબંધી કયા દિશા-નિર્દેશ આપવામાં આવી રહ્યા છે ?
આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેટલાક ધર્મશાસ્ત્રીઓ અને બુદ્ધિજીવીઓએ કુર્આન અને હદીસના વિધાનો અને નિર્દેશો અંગે વિચારવિમર્શ કર્યા પછી લોકોની સરળતા માટે વિસ્તૃત અધિનિયમ તૈયાર કરી દીધા છે, જેને ફિકહ અર્થાત ઈસ્લામી ધર્મશાસ્ત્રના નામે ઓળખવામાં આવે છે આ તે જ ધર્મશાસ્ત્રીઓના પ્રયત્નોનું ફળ છે કે આજે સમગ્ર વિશ્વના મોટાભાગના મુસલમાન કોઈપણ જાતની પરેશાની વિના ધર્મનું પાલન કરી રહ્યા છે તથા કોઈને અલ્લાહ તથા તેમના અંતિમ પયગમ્બર (સ.અ.વ.) સાહેબના આદેશોને જાણવા માટે કોઈ પણ કઠિનાઈ થઈ રહી નથી.
ઈસ્લામી ઈતિહાસના અધ્યયનથી આ જાણવા મળે છે કે બીજી શતાબ્દી હિજરીના પ્રારંભથી ઈસ્લામી ધર્મશાસ્ત્રનું સંકલન શરૂ થયું. પ્રારંભિક યુગથી જ ઈસ્લામી સમાજના વિદ્વાનોએ આ વિષય પ્રત્યે વધારે ધ્યાન આપ્યું અને મોટાભાગના લોકોએ આ વિદ્યાને પોતાની સૂઝ-બૂઝ અને વિચાર અનુસાર સંકલિત કરી, પરંતુ સામાજિક પ્રગતિ અને પરિવર્તનોને કારણે આમાંથી ફક્ત કેટલીક જ ધર્મશાસ્ત્ર અને વિચારધારાઓ જ બાકી રહી અને આજે વિશ્વના તમામ મુસલમાન આ જ ધર્મશાસ્ત્રોનું અનુકરણ કરે છે.
આ ધર્મશાસ્ત્રોમાં સૌ પ્રથમ નોમાન બિન સાબિતની ફિકહ છે જે ઈમામ અબૂ હનીફાના પ્રસિદ્ધ છે. આ ફિકહને સંકલિત કરવામાં ઘણા બધા અન્ય વિદ્વાનોનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ફિકહને ફિકહે હનફી કહેવામાં આવે છે.
બીજી ફિકહો માલિકીના નામથી પ્રસિદ્ધ છે. આનું સંકલન ઈમામ માલિક બિન અનસે કર્યું છે. ત્રીજી ફિકહો ‘ફિકહે શાફઈ’ના નામથી પ્રસિદ્ધ છે તેમજ ચોથી ફિકહને ‘ફિકહે હંબલી’ કહેવામાં આવે છે. પાંચમીને ‘ફિકહે જાફરી’ના નામથી ઓળખવામાં આવે છે.
આ તમામ ધર્મશાસ્ત્ર મોહમ્મદ(સ.અ.વ.) સાહેબ જન્નતનશીન થયા તેના ર૦૦ વર્ષની અંદર જ સંકલિત થઈ ચૂક્યા હતા. આ ધર્મશાસ્ત્રીઓની અંદર જે ભિન્નતાઓ અને અંતર જોવા મળે છે તે પ્રાકૃતિક તથા વાસ્તવિકતાને અનુરૂપ છે અને આમાં ફકત ઈસ્લામ ધર્મની લોકતાંત્રિક વિચારધારા જ પ્રગટ થતી નથી પરંતુ તેને સમર્થન, પ્રોત્સાહન અને સુદૃઢતા પણ પ્રાપ્ત થાય છે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)

Related posts
Religion

ઈસ્લામની આર્થિક વ્યવસ્થા

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ…
Read more
Religion

હદીસ બોધ

રોજી મેળવવાની શ્રેષ્ઠ રીત પોતાનું…
Read more
Religion

હદીસ બોધ

એકબીજા સાથે ભલાઈથી વર્તો, એથી ભાઈચારો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.