(એજન્સી) તા.૧૩
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ને દુનિયામાં તોફાન મચાવી દીધું છે, જે લેટેસ્ટ સેન્સેશન બની ગયું છે. ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીએ આ ભવ્ય લગ્ન સમારોહ પર ૩૦૦૦ કરોડથી વધુ ખર્ચ કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તેમણે ખર્ચો કરવામાં કોઈ કચાસ રાખી નથી. આ લગ્ન સમારોહની ઉજવણી હવે વિશ્વના સૌથી ખર્ચાળ લગ્ન પ્રસંગોમાંની એક માનવામાં આવે છે. અંબાણી પરિવાર જે તેમના વૈભવી જીવન લાઈફ સ્ટાઈલ માટે જાણીતો છે, તેણે અનંત અંબાણીના લગ્નના પોશાકથી દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. અનંત અંબાણીની શેરવાની વિશે વાત કરવામાં આવે તો સોના અને હીરાથી બનેલા તેમના પોશાકની કિંમત ૨૧૪ કરોડ છે, જેમાં ૧૪ કરોડનું બ્રોચ અને રિચાર્ડ મિલે આરએમ ૫૨-૦૫ ટુરબિલન ફેરેલ વિલિયમ્સનો સમાવેશ થાય છે, જે એક વૈભવી પીસ છે જેની કિંમત લગભગ ૫૪ કરોડ રૂપિયા છે. અનંતની શેરવાનીની ભવ્યતા એ નવા ધોરણો સ્થાપિત કર્યા છે, જે દુર્લભ ભવ્યતા માટે અંબાણી પરિવારની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે. જેમ જેમ લગ્નના ફોટા અને વિડિયોઝ ઓનલાઈન ફરતા થઈ રહ્યા છે તેમ તેમ, વિગતો સમગ્ર ભારતમાં અને તેનાથી આગળ લોકોને મોહિત અને આશ્ચર્યચકિત કરી રહી છે.