International

ઇઝરાયેલે ગાઝામાં સંખ્યાબંધ મૃતદેહો મોકલ્યા;પેલેસ્ટીને તેમને દફનાવતા પહેલાં વિસ્તૃત માહિતી માંગી

(એજન્સી) તા.૨૬
ઇઝરાયેલે બુધવારે ગાઝા પટ્ટીમાં તેના લશ્કરી આક્રમણમાં મૃત્યુ પામેલા ૮૮ પેલેસ્ટિનિયનોના મૃતદેહો પરત કર્યા હતા, જે પ્રદેશના આરોગ્ય મંત્રાલયે ત્યાં સુધી દફનાવવાનો ઇન્કાર કર્યો છે જ્યાં સુધી ઇઝરાયેલ જાહેર ન કરે કે તેઓ કોણ હતા અને તેઓ ક્યાં મૃત્યુ પામ્યા.
મૃતદેહોને એક ટ્રકમાં ભરીને ઈઝરાયેલ દ્વારા નિયંત્રિત ક્રોસિંગ દ્વારા ગાઝા લાવવામાં આવ્યા હતા, પરંતુ પેલેસ્ટીની અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડિતોના નામ કે ઉંમર અથવા તેમના મૃત્યુના સ્થળ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ખાન યુનુસની નાસેર હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓએ તેને સ્વીકારવાનો અથવા દફનાવવાનો ઇન્કાર કર્યો હતો અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC)ને ઇઝરાયેલ પાસેથી વિગતો મેળવવા વિનંતી કરી હતી.
આરોગ્ય મંત્રાલયે જ્યાં સુધી મૃતદેહો વિશે સંપૂર્ણ માહિતી ન મળે ત્યાં સુધી કન્ટેનર (મૃતદેહ વહન) મેળવવાની પ્રક્રિયા બંધ કરી દીધી છે જેથી તેમના સંબંધીઓ તેમની ઓળખ કરી શકે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ગાઝાના સરકારી મીડિયા કાર્યાલયના પ્રમુખે જણાવ્યું કે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ ટ્રકના ડ્રાઇવરને મૃત પેલેસ્ટીનીના મૃતદેહોને ઇઝરાયેલી ક્રોસિંગ પર પાછા લઇ જવા કહ્યું જ્યાંથી તે આવ્યો હતો. આ પછી ટ્રક હોસ્પિટલથી નીકળી ગયો. રેડ ક્રોસે જણાવ્યું કે તે ટ્રાન્સફર પ્રક્રિયામાં સામેલ નથી.
તેમણે જણાવ્યું કે, “અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે તમામ પરિવારોને તેમના પ્રિયજનો વિશે સમાચાર પ્રાપ્ત કરવાનો અને તેમને સન્માન સાથે અને તેમની પરંપરાઓ અનુસાર દફનાવવાનો અધિકાર છે.
આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ, સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામેલા લોકો સાથે ગૌરવ સાથે વર્તવું જોઈએ અને યોગ્ય રીતે સંચાલિત થવું જોઈએ. ૈંઝ્રઇઝ્રના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લોકો ગુમ ન થાય તેની ખાતરી કરીને કાયદા અનુસાર તેમની શોધ કરવી, એકત્રિત કરવી અને બહાર કાઢવામાં આવવી જોઈએ. સિવિલ ઇમરજન્સી સર્વિસ, જે ગાઝામાં શેરીઓમાં અને તૂટી પડેલી ઇમારતોમાં કાટમાળ હેઠળ ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે, કહે છે કે તેને ગાઝા પર ઇઝરાયેલના લગભગ એક વર્ષ લાંબા આક્રમણ દરમિયાન લગભગ ૧૦,૦૦૦ લોકો ગુમ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં ૪૧,૦૦૦થી વધુ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે ૭ ઓક્ટોબરે હમાસના લડાકુઓએ ઇઝરાયેલના શહેરો પર હુમલો કર્યા પછી ઇઝરાયેલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૧,૨૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ ૨૫૦ બંધકોને કબજે કર્યા હતા.
જો કે, હારેટ્‌ઝે પછી જાહેર કર્યું કે ઇઝરાયેલના લશ્કરી હેલિકોપ્ટર અને ટેન્કોએ હકીકતમાં ૧,૧૩૯ સૈનિકો અને નાગરિકોમાંથી ઘણાને માર્યા હતા જેમનો ઇઝરાયલે દાવો કર્યો કે પેલેસ્ટીની પ્રતિકાર દ્વારા મૃત્યુ પામ્યા હતા.
તાજેતરના દિવસોમાં સંઘર્ષ અન્ય મુખ્ય પ્રદેશમાં ફેલાયો છે, જેમાં ઇઝરાયેલે લગભગ બે દાયકામાં લેબનાન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે, જે હિઝબુલ્લાહ સમુહને નિશાન બનાવે છે, જેણે પેલેસ્ટીની સાથે એકતાના પ્રદર્શનમાં ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા છે. લેબેનોનમાં વધતા સંઘર્ષ છતાં ગાઝામાં યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગાઝામાં યુદ્ધવિરામ માટેના રાજદ્વારી પ્રયાસોના મહિનાઓથી થોડી સફળતા મળી છે, કારણ કે ઇઝરાયેલે હમાસની સંપૂર્ણ હાર વિના લડાઈ સમાપ્ત કરવા માટે કોઈપણ કરાર કરવાનો ઇન્કાર કર્યો છે. બુધવારે ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા ૧૪ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા હતા.
રાફાહમાં ઇજિપ્તની સરહદ નજીક, ઇઝરાયેલી દળોએ શહેરના વિવિધ વિસ્તારોમાં હમાસ લડાકુઓ સાથેની અથડામણો વચ્ચે, રહેવાસીઓ અને લડાકુઓ દ્વારા જારી કરાયેલા નિવેદનો અનુસાર, તેમના આક્રમણ ચાલુ રાખ્યા છે. રાફાહમાં બે ઘરો પર ઇઝરાયેલના બે અલગ-અલગ હુમલામાં ઓછામાં ઓછા આઠ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા.

Related posts
International

જર્મનીએ ગાઝામાં ઇઝરાયેલી બોમ્બ વિસ્ફોટ પછી સળગતા નાગરિકોની તસવીરોને ‘ભયાનક’ ગણાવી

(એજન્સી) તા.૧૭જર્મનીના વિદેશ…
Read more
International

ઇઝરાયેલ સેનાએ દક્ષિણ લેબેનીઝ શહેરમાંઐતિહાસિક વિસ્તારને તોડી પાડ્યો, વીડિયો વાયરલ

(એજન્સી) તા.૧૭બુધવારના રોજ વીડિયો સામે…
Read more
International

ઇઝરાયેલના લશ્કરને આક્રમણ બંધ કરવાની અને સેના પાછી ખેંચીલેવાની ફરજ પાડવા યુનોની સિક્યુરિટી કાઉન્સિલને લેબેનોનનો અનુરોધ

સલામતી સમિતિના નવા ઠરાવનો અમલ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.