International

ઈઝરાયેલે માસૂમને બનાવ્યા નિશાનગાઝામાં શાળા પર હવાઈ હુમલો, બાળકો સહિત ૨૦નાં મોત

મૃતદેહોને નુસેરાતની અલ-અવદા હોસ્પિટલ અને દેર અલ-બાલાહની
અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

(એજન્સી) તા.૧૪
ઈઝરાયેલ હાલમાં હમાસ અને હિજબુલ્લાહ સાથે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો હતો. સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝામાં બેઘર લોકોનું આશ્રયસ્થાન બની ગયેલી એક શાળામાં ઇઝરાયલે આ વખતે હવાઈ હુમલા કરતાં હાહાકાર મચી ગયો હતો. આ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા હતા.નુસેરાતમાં રવિવારે રાત્રે કરાયેલા હુમલામાં મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ હતી. આ શાળા ગાઝામાં વર્ષો સુધી ચાલેલા યુદ્ધથી વિસ્થાપિત થયેલા ઘણા પેલેસ્ટિનિયનોનું ઘર હતી. મૃતદેહોને નુસેરાતની અલ-અવદા હોસ્પિટલ અને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના બોમ્બમારા અને ગાઝા પર ગ્રાઉન્ડ ઓપરેશનમાં અત્યાર સુધી ગાઝામાં ૪૨,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઈઝરાયલ જ્યારે પણ હુમલા કરે છે ત્યારે હમાસના લડાકૂઓ અને નાગરિકો વચ્ચે કોઈ અલગતા રાખતું નથી અને બેફામ હુમલા કરીને ચારેકોર વિનાશ વેરી રહ્યું છે.

Related posts
International

જર્મનીએ ગાઝામાં ઇઝરાયેલી બોમ્બ વિસ્ફોટ પછી સળગતા નાગરિકોની તસવીરોને ‘ભયાનક’ ગણાવી

(એજન્સી) તા.૧૭જર્મનીના વિદેશ…
Read more
International

ઇઝરાયેલ સેનાએ દક્ષિણ લેબેનીઝ શહેરમાંઐતિહાસિક વિસ્તારને તોડી પાડ્યો, વીડિયો વાયરલ

(એજન્સી) તા.૧૭બુધવારના રોજ વીડિયો સામે…
Read more
International

ઇઝરાયેલના લશ્કરને આક્રમણ બંધ કરવાની અને સેના પાછી ખેંચીલેવાની ફરજ પાડવા યુનોની સિક્યુરિટી કાઉન્સિલને લેબેનોનનો અનુરોધ

સલામતી સમિતિના નવા ઠરાવનો અમલ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.