(એજન્સી) લંડન, તા.૪
યુનાઈટેડ કિંગ્ડમના શીખ સંગઠને ‘ફેડરેશન ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન’ (યુ.કે.)ના બેનર હેઠળ આગામી ૦૭ જૂન ર૦૧પના રોજ લંડન ખાતે શીખ હત્યાકાંડની યાદગીરી માર્ચ તથા સ્વતંત્ર રેલીનું આયોજન કરશે. જેમાં તેઓ જૂન ૧૯૮૪માં દરબાર સાહિબ પર ભારતીય સૈનિકોનાં હુમલાની ઘટનાની યાદગીરી મનાવશે. ૧૯૮૪માં જૂન મહિનામાં શીખ ઈતિહાસમાં સૈન્ય દળો દ્વારા મોટો કત્લેઆમ કરાયો હતો. ફેડરેશન ઓફ શીખ સંગઠન દ્વારા આ યાદગીરી માર્ચનું ૭ જૂને આયોજન કરવામાં આવશે. જે ૧ઃ૦૦ વાગ્યે હાઈડ પાર્કથી શરૂ કરવામાં આવશે. જે લંડનમાંથી થઈને વોટરલુ પેલેસ સુધી પહોંચશે તેમજ સ્વતંત્રતા રેલી વોટરલુ પેલેસ ખાતે રઃ૦૦થી પઃ૦૦ વાગ્યા દરમ્યાન આયોજિત કરવામાં આવશે.