Ahmedabad

સિલાઈકામ કરતી વિધવાની દીકરી રોઝીના ૯૯.૩૮ પર્સન્ટાઈલથી બોર્ડમાં ઝળકી

આજનું શિક્ષણ આવતીકાલનું નેતૃત્વ કરે છે

 

અમદાવાદ,તા.૧૩

એક શિક્ષિત માતા સો શિક્ષકની ગરજ સારે એ કહેવતને ચરિતાર્થ કરતાં  વટવાના મકસુદા શેખે પોતાના ત્રણ સંતોનોના શૈક્ષણિક ઘડતરથી સમાજમાં ઉદાહરણ પૂરૂં પાડયું છે. તેમની  આ  યશકલગીમાં દીકરી રોઝીનાએ ધો.૧ર સાયન્સમાં એ-૧ ગ્રેડ મેળવી એક ઓર પીંછુ ઉમેરી દીધું છે. મકસુદાબાનુની ત્રણ સંતાનોમાંથી સૌથી નાની દીકરી રોઝીના શ્રીમતી એચ.એસ. પંડયાની વિદ્યાર્થિની છે. તેણે ગુજરાત માધ્યમિકશિક્ષણ બોર્ડની ધો.૧ર સાયન્સમાં એ-૧ ગ્રેડ સાથે ૯૯.૩૮ પર્સન્ટાઈલ મેળવી ટોપ રેન્જમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. રોજની ૮થી ૧૦ કલાકની મહેનતના આ  પરિણામથી સફળતા મળવવાનો યશ રોઝીના  પોતાની માતા અને ભાઈને આપે છે અને આગળ તે સ્મ્મ્જીમાં કારકિર્દી બનાવવા માગે છે. તેની આ સિધ્ધિએ માતાના પ્રયત્નોને સફળ બનાવ્યા છે.

છ વર્ષ પહેલાં પતિના  મૃત્યુથી મકસુદાના માથે ત્રણ બાળકોના  સંતાનોની જવાબદારી આવી પડી પરંતુ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ  કેડી પર ચાલીને  ૪૪ વર્ષીય મકસુદાએ બાળકોની કારકિર્દી સાથે લગીર પણ સમજોતો કર્યો નહીં. તેમના ત્રણ સંતાનોમાં સૌથી મોટો દીકરો રાહીલ મ્ડ્ઢજી કરે છે તેને અગાઉ  ગુજરાત ટુડે દ્વારા આર્થિક સહાય અપાઈ હતી, અને ઈસ્લામિક ડેવલપમેન્ટ બેંક જીદ્દાહ સ્કોલરશીપ પ્રોગ્રામમાં માતાના માર્ગદર્શન અને મહેનતથી પસંદગી પામ્યો છે.  સિવણકામ કરીને ગુજરાન ચલાવતા મકસુદાએ કયારેય હિંમત હારી નહીં અને સતત પ્રયત્નો થકી શિક્ષણ ક્ષેત્રે બાળકોના ઘડતરમાં પ્રયત્નશીલ રહ્યા તેમનો  બીજો દીકરો સાહીલ સ્કોલર અન્ડર ર૦ પ્રોગ્રામ અંતર્ગત પસંદગી પામ્યો. મકસુદા ગ્રેજયુએટ છે. આથી બાળકોની સફળતા અંગે અને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના માર્ગમાં આવતી અડચણો વિશે જણાવ્યું કે મારા સંતાનો ભણવામાં હોશિયાર હતા. તેમને જીવનમાં ઉચ્ચ સ્થાને જોવા ઈચ્છતી હતી. એટલે જયાં જયાંથી મદદ મળવાની શકયતાઓ હતી ત્યાંથી સહાય મેળવી મારા આ કાર્યમાં સમાજ, શાળા, સંબંધીઓનો પૂરેપૂરો સહકાર મળ્યો એનો જશ તેઓ પારિવારિક મિત્ર અને વડીલ ડો. બિલાલને આપે છે.

મુસ્લિમ સમાજમાં ખાસ કરીને સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. એ અંગે મકસુદાબાનુએ જણાવ્યું કે  ગમે એટલી તકલીફમાં બાળકોને ભણાવવા જોઈએ; દીકરા દીકરીમાં ફરક ન કરવો. એક છોકરી ભણેલી હશે તો તે બીજા  ઘરને પોતાની શૈક્ષણિક રોશનીથી દિપાવશે અને આવનાર પેઢીને પણ શિક્ષણ આપશે. મારી ઓળખ મારા બાળકોથી થઈ છેે. એનો મને ગર્વ છે. મોજશોખ પાછળ ખોટા ખર્ચાઓ બંધ કરીને કરકસર કરીને પણ  મુસ્લિમ સમાજે દીકરીઓને ઉચ્ચ  શિક્ષણ અપાવવું જોઈએ. એમાં જ મુસ્લિમ સમાજની ઉન્નતિ છે.  આજનું શિક્ષણ એ આવતીકાલનું નેતૃત્વ છે અને છેલ્લે મોટા દીકરા રાહિલને ગુજરાત ટુડે દ્વારા મળેલ તેમણે ખૂબ  સહાય બદલ આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મધર્સ-ડેની ઉજવણીના નામે વંઠેલ સંતાનો વર્ષમાં એકવાર માતાના પગે લાગી પોતે ઉજવણી કરી હોવાનો ગર્વ અનુભવતા હોય છે. માતાને વૃધ્ધાશ્રમમાં મોકલી ત્યાં ફુલ કે ગિફટ આપવાને બદલે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની સાથે રાખે એ જ મધર્સ-ડેની સાચી ઉજવણી ગણાશે. ત્યારે જો મકસુદા શેખ જેવી માતા સંતાનો માટે  પોતાની જિંદગી ઘસી નાખતી હોય તો પછી સંતાનોએ પણ જીવનપર્યત તેમની સેવા કરી મધર્સ-ડેનું ઋણ ચૂકવવું જોઈએ.

Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.