National

એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

કટ્ટરતા – ભારત ભૂષણ

મહાત્મા ગાંધીની હત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ભૂમિકા હતી એવા રાહુલ ગાંધીના નિવેદનની સુપ્રીમ કોર્ટ દ્વારા ટીકા કરવામાં આવી છે અને તેમના આ નિવેદન પછી અનેક પ્રતિભાવ આવી રહ્યા છે અને એક રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં હિન્દુ મહાસભા અને આરએસએસ વચ્ચે શું જોડાણ હતું એ પણ મુખ્ય મુદ્દો છે.
ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના કાર્યકરો પર મહાત્મા ગાંધીજીની હત્યાનો આરોપ હતો અને આ હત્યા માટે તેઓને દોષિત પણ જાહેર કરવામાં આવ્યા હતા.
આજે, આરએસએસ એવું જણાવે છે કે તેની વિચારસરણી હંમેશા હિન્દુ મહાસભાથી અલગ રહી છે, કેચ ન્યૂઝ સાથે વાત કરતાં આરએસએસના અખબાર ‘ઓર્ગેનાઈઝર્સ’ના સંપાદક પ્રફુલ્લ કેતકર પણ આવી જ કંઈક દલીલ કરે છે.
પરંતુ અત્યાર સુધી મળી આવતા ઐતિહાસિક દસ્તાવેજો અને પુરાવાઓ એ દર્શાવે છે કે હિન્દુ મહાસભા અને આરએસએસ વચ્ચે ભારતના વિભાજનના સમયથી વૈચારિક અને સંસ્થાકીય જોડાણ હતું.
“ગાંધીજીના કથિત હત્યારાનું સંરક્ષણ કરવા માટે ભંડોળ એકત્ર કરવા માટે સરદાર પટેલ અને શ્યામ પ્રસાદ મુખરજી સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી”.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એક આઇકોન શ્યામ પ્રસાદ મુખરજી મહાત્મા ગાંધીની હત્યાના આરોપીઓને કાનૂની સંરક્ષણ આપવા માટે ઊભું કરવામાં આવતા ભંડોળમાં હિન્દુ મહાસભા તરફથી એક ભાગીદાર હતા અને આશ્ચર્યની વાત એ છે કે તે સમયે, શ્યામ પ્રસાદ મુકરજી માત્ર હિન્દુ મહાસભા સાથે જ સંકળાયેલ ન હતા પરંતુ જવાહરલાલ નહેરૂની કેબિનેટમાં ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન પણ હતા.
સરદાર પટેલ અને શ્યામ પ્રસાદ મુખરજી વચ્ચે પત્રવ્યવહાર
એ સમયના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ ભંડોળ અંગે મુખરજીને પૂછપરછ કરવામાં આવતા શ્યામ પ્રસાદ મુખરજીએ આ મુદ્દે બચાવ કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. સરદાર પટેલને તેઓએ આપેલા પ્રત્યુત્તરોમાં મુખરજીએ સૂચવ્યું હતું કે આ ભંડોળ એક આરોપી, વી.ડી. સાવરકરને બચાવવા માટે ઊભું કરવામાં આવી રહ્યું છે અને અન્ય કોઈ આરોપી માટે આ ફંડ ભેગું કરવામાં આવતું નથી.
૧૬ જૂન, ૧૯૪૮ના રોજ સરદાર પટેલને મુખરજીએ એક પત્રમાં લખ્યું હતું કેઃ
મારા પ્રિય સરદાર જી,
ગાંધીજીની હત્યાના આરોપોનો સામનો કરી રહેલા આરોપીઓના સંરક્ષણ માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવા વિશે તમારો પત્ર મને મળ્યો છે. અને મેં આજે સવારે જ આ બાબત વિશે (તે સમયના હિન્દુ મહાસભાના પ્રમુખ) શ્રી એલ. બી. ભૂપતકર સાથે ચર્ચા કરી હતી. મને તેઓએ આપેલા ખુલાસાથી એવું પ્રતિત થાય છે કે, હિન્દુ મહાસભાએ કોઈપણ સંરક્ષણ સમિતિની નિમણૂંક કરી નથી. ઓલ ઇન્ડિયા સંરક્ષણ સમિતિ સંપૂર્ણપણે એક સ્વતંત્ર સંસ્થા છે. તમને એવા સંકેત મળ્યા છે કે, આરોપીઓ માટે ભંડોળ ઊભું કરવામાં આવી રહ્યું છે પણ આ ભંડોળ મુખ્યત્વે વી. ડી. સાવરકરજીના સંરક્ષણ માટે કેટલાક લોકોએ ઊભું કર્યું છે.
અન્ય આરોપીઓના સંરક્ષણની બાબતે ટ્રાયલના પહેલા દિવસે જ કોર્ટ દ્વારા વાત કરવામાં આવી હતી. બીજા આરોપીઓએ કોર્ટની મંજૂરી સાથે જરૂરી વ્યવસ્થા કરવા શ્રી ભૂપતકર પાસે સહાય માંગી હતી.
… પરંતુ મેં પહેલેથી જ કહ્યું છે, કે આ ભંડોળ મુખ્યત્વે સાવરકરના સંરક્ષણ માટે ઊેભું કરવામાં આવ્યું છે અને આ નાણાં સંરક્ષણ સમિતિને તેનો ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યા છે.
બીજા શબ્દોમાં કહીએ તો, આ પૈસા સાવરકરના સંરક્ષણ માટે ભેગા કરવામાં આવ્યા હતા પણ તે સંરક્ષણ સમિતિને આપવામાં આવ્યા હતા અને તેને વાપરવા માટે કહેવામાં આવ્યું હતું ! આ સમિતિએ હિન્દુ મહાસભાના તમામ કાર્યકરો જેઓએ તેની સહાય માંગી હતી તેના માટે ઉપયોગ કર્યો હતો.
સરદાર પટેલ મુખરજીની આ સ્પષ્ટતાથી અસંતુષ્ટ હતા અને તેઓએ ફરીથી આ સંસ્થાની વર્તણૂંક કે કાર્ય સમજાવવા માટે મુખરજીને કહ્યું હતું. ૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ જવાબમાં મુખરજીએ ગાંધીજીની હત્યાના આરોપીઓ માટે ભંડોળ ઊભું કરવા અંગે ભૂપતકર દ્વારા આપવામાં આવેલ સમજૂતીની એક નકલ પોતાના પત્ર સાથે જોડી હતી. આ માટેની વિસ્તૃત માહિતી, દુર્ગા દાસ દ્વારા સંપાદિત સરદાર પટેલનો પત્રવ્યવહારના છઠ્ઠા ભાગમાં ઉપલબ્ધ છે.
“સાવરકર માટે ભેગા કરવામાં આવેલ ભંડોળનો આ સંસ્થા સાથે સંકળાયેલ ગોડસે સહિત બધા આરોપીઓના બચાવ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.”
ભૂપતકરના પત્રમાં પણ આ જ મુદ્દો કહેવામાં આવ્યો છે કે : આ સંરક્ષણ સમિતિની કેન્દ્રીય સંસ્થા દ્વારા ઓલ ઇન્ડિયા હિન્દુ મહાસભાથી અલગ રહીને “મુખ્યત્વે દેશની બધી હિન્દુ સંસ્થાઓ” દ્વારા આ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ નાણાંનો ઉપયોગ સાવરકરના સંરક્ષણ માટે કરવામાં આવ્યો હતો. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું હતું કેઃ
“સંરક્ષણ સમિતિને જરૂરી લાગ્યું અથવા તો જે હિન્દુ મહાસભાના કાર્યકરોએ પોતાને કાનૂની સહાય આપવાની માંગ કરી હતી તે માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.”
ગાંધીજીની હત્યાના આરોપીઓમાં – નથુરામ ગોડસે, દિગંબર બેજ, ગોપાલ ગોડસે, નારાયણ આપ્ટે, વિષ્ણુ કરકરે અને મદનલાલ ફાવા- હતા અને આકસ્મિક રીતે આ બધા આરોપીઓ હિન્દુ મહાસભાના અગ્રણી સભ્યો હતા.
ભૂપતકરે એ પણ સ્વીકાર્યું હતું કે એક પરિપત્ર પત્ર સમગ્ર દેશમાં હિન્દુ મહાસભા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને હિન્દુ સંસ્થાઓને આ હેતુ માટે નાણાં એકત્ર કરવા માટે અપીલ કરવામાં આવી હતી.”
તેમણે વધુમાં સ્વીકાર્યું હતું કે હિન્દુ મહાસભાના ભંડોળમાંથી “એકપણ પૈસા”નો આરોપીઓના ટ્રાયલ માટે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, અને “હિન્દુ મહાસભા ભવનમાં કેટલાક સંરક્ષણ સલાહકારોને આપવામાં આવેલ રૂમ માટે પણ તેઓ પાસેથી માસિક ભાડું લેવામાં આવ્યું હતું ”!
અહીં એ વાત શંકાસ્પદ છે કે શું મહાત્મા ગાંધીના હત્યારાઓનો બચાવ કરવા માટે આવેલા લોકોને માસિક ભાડાથી આપવામાં આવેલ રૂમ એ કેવળ એક વ્યાવસાયિક નિર્ણય હતો કે પછી એ હિન્દુ મહાસભાના નિર્ણયનો એક ભાગ હતો.
“સરદાર પટેલે મુખરજીને કહ્યું હતું કે, હિન્દુ મહાસભા દ્વારા સંસ્થા માટે ભંડોળ એકત્ર કરવામાં આવેલ છે તે બધા આરોપીઓના બચાવ માટે ઉપયોગ કરવામાં આવે છે”
મુખરજીના આ પત્રોનો સરદાર પટેલે તીવ્ર અને તોછડો અને ઝડપી પ્રતિભાવ આપ્યો હતો. મુખરજીના પત્રો વાંચ્યા પછી ૧૦ સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ સરદાર પટેલે મુખરજીને જવાબમાં લખ્યું હતું કે :
પ્રિય ડો. શ્યામ પ્રસાદ,
… એ હવે તદ્દન સ્પષ્ટ છે કે હવે હિન્દુ મહાસભાની સંસ્થાઓ દ્વારા બહાર મુખ્યત્વે સંરક્ષણ ફંડ જે હેતુ માટે એકત્ર કરવામાં આવી રહ્યો છે તેનો સંરક્ષણ સંસ્થા ઉપયોગ કરી રહી છે. માટે તમારી એવી દલીલ કે આ સંરક્ષણ સંસ્થા સાથે હિન્દુ મહાસભાનો સત્તાવાર રીતે કોઈ સંબંધ નથી એ વ્યર્થ છે, આ ભંડોળનો એકત્ર કરવાના હેતુ માટે અલગ એજન્સીઓનું આયોજન કરી શકાય અને મિસ્ટર સાવરકરના મિત્રો અને હિતેચ્છુઓ પણ આ કરી શકે, પણ હિન્દુ મહાસભાનો સત્તાવાર રીતે આ હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો પછી માત્ર એક જ અનુમાન હોઈ શકે છે કે છે આ હિન્દુ મહાસભાનું જ કાર્ય છે. માટે તમે મને છેલ્લા પત્રમાં જે લખ્યું હતું તેનું મને ખરેખર આશ્ચર્ય થાય છે.
આ પત્રવ્યવહાર મજબૂત રીતે દર્શાવે છે કે ગાંધીજીના હત્યારાઓને બચાવવામાં હિન્દુ મહાસભા પણ સામેલ હતી. પરંતુ શું આ કાર્યમાં આરએસએસની પણ ભૂમિકા હતી ? અને એ સમયે આ બે સંસ્થાઓ વચ્ચે શું સંબંધો હતા ?
“આરએસએસ અને હિન્દુ મહાસભા વચ્ચે સંસ્થાકીય અને મૂળભૂત સંબંધ હતો.”
સરદાર પટેલ સાથે મુખરજીનો પત્રવ્યવહાર દર્શાવે છે કે, હિન્દુ મહાસભા અને આરએસએસ વચ્ચે સંસ્થાકીય અને મૂળભૂત સંબંધ હતો. જે આજે આરએસએસના કાર્યકરો નામંજૂર કરે છે. જો કે આરએસએસ અને હિન્દુ મહાસભા વચ્ચેની લિંકનો ગાંધીજીની હત્યા પહેલાના એક એક અહેવાલમાં દિલ્હી પોલીસના સીઆઇડી વિભાગ દ્વારા પણ સાબિત કરવામાં આવ્યો છે.
શ્યામ પ્રસાદ મુખરજીએ મે ૧૯૪૮માં, ગાંધીની હત્યા બાદ હિન્દુ મહાસભાના અટકાયત કરવામાં આવેલ સભ્યો અને એ સાથે આરએસએસના કાર્યકરોને પણ મુક્ત કરવા માટે સરદાર પટેલ સાથે દલીલ કરી હતી.
“મુખરજીએ આરએસએસ અને હિન્દુ મહાસભાના કાર્યકરોને મુક્ત કરવાની સરદાર પટેલને વિનંતી કરી હતી.”
૪ મે ૧૯૪૮ના રોજ સરદાર પટેલને એક પત્રમાં મુખરજીએ હિન્દુ મહાસભાના કેટલાક કાર્યકરોની જાહેર સુરક્ષા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી તેઓને મુક્ત કરવા માટે માગણી કરી હતી અને એ સાથે એ જ પત્રમાં લખ્યું હતું કે, “આરએસએસના કાર્યકરોના ભાવિને ધ્યાનમાં લઈને તેઓની સામેના કેસોની પતાવટ કરવી જોઈએ.”
તેમણે એવી દલીલ કરી હતી કે : “ હૈદરાબાદ અને કાશ્મીર સાથેના જોડાણ પછી દેશમાં મહાન જટિલતાઓ ઉદ્‌ભવી શકે છે, માટે તે ઇચ્છનીય છે કે અમે લોકોના તમામ વિભાગો વચ્ચે વિશ્વાસ અને સુરક્ષાનું વાતાવરણ બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ અને અમે એક સામાન્ય આદેશ દ્વારા તેઓને મુક્ત કરવાથી સંતુષ્ટ થઈ શકીશું. અમે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા ઇચ્છતા નથી.”
જો હિન્દુ મહાસભા અને આરએસએસ વચ્ચે કોઈ વિચારસરણી અથવા સંગઠનાત્મક સંબંધ ન હતો, તો પછી મુખરજીએ પોતાના પત્રમાં આ બંને વિશે શા માટે ભલામણ કરી હતી ?
આરએસએસ અને હિન્દુ મહાસભા, આ બંને સંસ્થાઓ વચ્ચે આકર્ષણ પર સરદાર પટેલના વિચારો તદ્દન સ્પષ્ટ હતા.
સરદાર પટેલે હિન્દુ મહાસભા માટે નોંધ્યું હતું કે, “અમે એ હકીકત સામે અમારી આંખો બંધ ન કરી શકીએ કે હિન્દુ મહાસભાના સભ્યોએ ગાંધીજીની હત્યાની કરુણાંતિકા પછી એક જાતનો આનંદ માણ્યો હતો, અને મીઠાઈ વિતરણ કર્યું હતું તેમજ ગૌરવ અનુભવતા ક્રૂર અને સ્વાર્થી આનંદ માણ્યો હતો. અને તેથી જ જાહેર સુરક્ષા ભયમાં ન મુકાય એ માટે આ કોમવાદી સંસ્થાના અટકાયતમાં લેવામાં આવેલા આતંકવાદી સભ્યોને મુક્ત કરી શકાય નહીં.”
સરદાર પટેલે કહ્યું હતું કે “આરએસએસ એ લશ્કરી અથવા અર્ધ-લશ્કરી મિશન ગુપ્ત રીતે ચલાવે છે અને તેના કારણે વધારાનો ભય ઊભો થયો છે.”
સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ માટે જણાવ્યું હતું કેઃ “આ જ નિયમ લશ્કરી અથવા અર્ધ-લશ્કરી જેવી ગુપ્ત સંસ્થા ચલાવવાના અંતર્ગત એક વધારાના ભય સાથે આરએસએસને પણ લાગું થશે.”
અન્ય સમકાલીન નિરીક્ષકોએ પણ આ બે સંસ્થાઓની કડીઓ જોવા મળી હતી અને તેઓએ પણ લખ્યું છે કે આરએસએસ અને હિન્દુ મહાસભા એકબીજા સાથે જોડાયેલ છે. એ સમયના અન્ય રાજકીય નિરીક્ષકોએ પણ લખ્યું છે કે આ બંને સંસ્થાઓએ પંજાબમાં કોમી રમખાણો દરમિયાન એકબીજાના અનુસંધાનમાં કામ કર્યું હતું.
આ બે સંસ્થાઓના ગાઢ સંબંધોનું વર્ણન દિલ્હી પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન વિભાગે પણ કર્યું હતું. ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન વિભાગના એક સ્ત્રોતના અહેવાલ મુજબ તેણે ૨૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ એવો દાવો કર્યો હતો કે “એવું માનવામાં આવે છે કે ઇજીજી (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને હિન્દુ મહાસભા સાથે મળીને ભારતમાં વિવિધ મતવિસ્તારોમાં આગામી ચૂંટણીઓ લડશે” જો કે ચૂંટણી માટે અંતે આ જોડાણ થયું કે નહીં તે અન્ય બાબત છે. અહીં મુદ્દો એ છે કે આ બે સંસ્થાઓ ચૂંટણીમાં સંયુક્ત ઉમેદવારો ઊભા રખવાનું વિચારી રહી હતી.
“દિલ્હી પોલીસના સીઆઇડીના અહેવાલ મુજબ આરએસએસ અને હિન્દુ મહાસભા દ્વારા સાથે મળીને ચૂંટણી લડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.”
હિન્દુ મહાસભાના એજન્ડા સાથે આરએસએસની સામેલગીરીનું અન્ય એક ઉદાહરણ પણ મળે છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના પી.સી. જોશી અને ધનવંતરીએ પણ સપ્ટેમ્બર ૧૯૪૭માં પ્રકાશિત કરેલા એક ચોપાનિયામાં આનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ લેખ મુજબ તેઓએ “પંજાબમાં વધુ રક્તસ્રાવ માટે ચેતવણી” આપી હતી.
પંજાબમાં કોમી રમખાણો વિશે લખતા ધનવંતરીએ લખ્યું હતું કે :
“તાજેતરમાં પંજાબમાં થયેલ હત્યાકાંડ એ સૌથી વધુ ભયંકર હતું. આવો હત્યાકાંડ ક્યારેય જોવામાં આવ્યો નથી. આ રમખાણોમાં કાયદેસર તાલીમ આપવામાં આવેલા હત્યારાઓ હતા. જેઓ પાસે બંદૂકો હતી અને અન્ય આધુનિક શસ્ત્રો પણ હતા. આ લોકો હત્યારા, લૂંટારા અને બળાત્કારી હતા. આ રમખાણોમાં વિવિધ કોમી પક્ષોના તોફાની કાર્યકરો સામેલ હતા. પશ્ચિમી પંજાબમાં રાષ્ટ્રીય મુસ્લિમ લીગના રક્ષકો હતા તો પૂર્વીય પંજાબમાં અકલીઓ, શહીદી દળ, હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો હતા.”
પી.સી. જોષીના કહેવા અનુસાર, પંજાબના રમખાણોમાં આ બે સંગઠનોની સહિયારી ભૂમિકા પછી આ બંનેની રાજકીય સાથી તરીકેની ભાગીદારીની શક્યતાઓ વધી ગઈ હતી અને તેમને રાજકીય સત્તામાં હિસ્સાની માગ કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું :
તેઓ લખે છે કે “આરએસએસ અને હિન્દુ મહાસભા બંને હવે સંપૂર્ણ શક્તિશાળી બની ગયા છે અને હવે તેઓ જાહેરમાં તેમના સમાચારપત્રો, દિલ્હીથી ઉર્દૂમાં પ્રકાશિત થતાં સંગ્રામ અને બલજીત અને અંગ્રેજીમાં પ્રકાશિત થતાં ઓર્ગેનાઈઝર્સમાં માગ કરી છે કે મહાસભાના મુખ્ય બક્ષીચંદ પૂર્વ પંજાબના ગવર્નર થવા જોઈએ અને આરએસએસના મુખ્ય બહાદુર બદ્રી પ્રસાદ દાસ મુખ્યમંત્રી થવા જોઈએ.”
ગોપાલ ગોડસે કહે છે કે “નથુરામ ગોડસેએ આરએસએસને ક્યારેય છોડી ન હતી, તેમણે આરએસએસ છોડવાની વાત માત્ર એટલા માટે કરી હતી કારણ કે તે ગોલવલકર અને આરએસએસને મુશ્કેલીઓથી બચાવવા ઈચ્છતો હતો.”
વધુમાં, આજે આરએસએસ દાવો કરે છે કે નથુરામ ગોડસે અને અન્ય લોકો જેઓએ મહાત્મા ગાંધીની હત્યામાં મદદ કરી હતી એ આરએસએસના સભ્યો ન હતા અને તેઓ આ વાતનો ઇન્કાર કરે છે. પણ આ વાતનો નથુરામ ગોડસેના ખુદના ભાઇ ગોપાલ ગોડસે ઇન્કાર કરે છે અને ગોપાલ ગોડસે સત્તાવાર રીતે જાહેરમાં કહે છે કે બધા ગોડસે બ્રધર્સ આરએસએસના સભ્યો હતા અને ગોડસેના ભાઈઓએ ક્યારેય આરએસએસની છોડી દીધી ન હતી.
ફ્રન્ટલાઈન સાથે એક મુલાકાતમાં ૨૮ જાન્યુઆરી ૧૯૯૪ના રોજ ગોપાલ ગોડસેએ જણાવ્યું હતું કે :
“તમે એવું કહી શકો છો અમારો ઉછેર અમારા ઘરને બદલે આરએસએસમાં થયો હતો. આ સંસ્થા અમારા માટે એક કુટુંબ જેવી હતી. મારા ભાઈ નથુરામ ગોડસે આરએસએસના એક બૌદ્ધિક કાર્યકર બની ગયા હતા. નથુરામ ગોડસેએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે તેઓએ આરએસએસને છોડી દીધી હતી. તેમણે એવું એટલા માટે જણાવ્યું હતું, આરએસએસ અને સંસ્થાના “ગુરુજી” એમ એસ ગોલવલકર બંને ગાંધીજીની હત્યા બાદ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. પરંતુ વાસ્તવમાં તેમણે આરએસએસને કયારેય છોડી ન હતી.”
(આદિત્ય મેનન દ્વારા સંપાદિત)
(સૌ. : કેચ ન્યૂઝ)

Related posts
NationalPolitics

વડાપ્રધાન મોદીની ટિપ્પણીની ટીકા કર્યા પછી પોલીસેભાજપના બિકાનેર લઘુમતી સેલના પૂર્વ વડાની અટકાયત કરી

પોલીસે કહ્યું છે કે, તેઓ લોકઅપમાં છે…
Read more
NationalPolitics

પર્દાનશીન : ભારે ગરમી વચ્ચે મતદાનના દિવસે સમગ્ર ઉત્તરપ્રદેશનામતદાન મથકો પર ઘૂંઘટ સાથે અનેક મહિલાઓની ભીડ

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં…
Read more
National

ઇરફાન પઠાણની પત્નીએ સસરાને રેપિડ ફાયર હેઠળ સવાલો પૂછ્યાં; ઈન્સ્ટાગ્રામ પર હવે ‘પાર્ટ-૨’ની માંગ

(એજન્સી) ચંદીગઢ, તા.૨૫પૂર્વ ભારતીય…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.