સુરત, તા.૩
રાજ્યભરમાં ઈદે-મિલાદુન્નબીની આન-બાન-શાન સાથે ખુશી ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત ખાતે ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઈદે મિલાદ નિમિતે અનેક કાર્યક્રમોનું આયોજન કરી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ઈદે મિલાદના દિવસે ભૂખ્યાઓને સવારે નાસ્તામાં બ્રેડ-જામ અને શાક-પાવ આપવામાં આવ્યા હતા. ૧રપ જરૂરિયાતમંદ કુટુંબોને અનાજની કિટ આપવામાં આવી હતી. બપોરે બાળકોને ખજૂર તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, બાળકોને ઝંડા વિતરણ કરાયું હતું. ભૂખ્યાઓને સાંજે દાળ-ભાત અપાયા હતા. ખ્વાજાદાના દરગાહના ફેશલ બાપુના હસ્તે ૬૩ કિલોનો કેક કાપી લોકોમાં વિતરણ કરાયું હતું. હાર્ટના મફ્ત કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૭૯ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. મૈત્રય હોસ્પિટલના ડૉ.રાજીવ અરવર અને તેમના સ્ટાફે સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાનભાઈ મલબારી, નિસાર બાપુ, આસીફ બાપુ, હાજીભાઈ ચાંદીવાલા, ફારૂકભાઈ મેમન, ઈમ્તિયાઝભાઈ શેખ, રઈશભાઈ ડાળલા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ આસીફભાઈ ચીડીમાર, ઉપપ્રમુખ સબીરભાઈ દડા, સેક્રેટરી ફૈયાઝભાઈ ચીડીમાર, જલીલભાઈ ચીડીમાર, વસીમ નવસારી, બુસરા શેખ, સાજીયા શેખ, શના શેખ, કૌસર કાઝી, એયમન ચીડીમાર સહિત કાર્યકરોએ ભારે મહેનત કરી હતી.