ભૂજ, તા.ર૦
ર૦ દિવસ અગાઉ બિહારના વૈશાલી જિલ્લાના રસુલપુર ગામમાં “ગુલનાઝ” બેગમને છેડછાડ કરવાની ના પાડતા નરાધમો દ્વારા કેરોસીન છાંટી આગ લગાડી જાન લેવા હુમલો કરાતા જખ્મી હાલતમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પટનાની પીએમસીએચ હોસ્પિટલમાં ત્રણ દિવસ અગાઉ ગુલનાઝે અંતિમ શ્વાસ લીધા હતા. ગુનાને અંજામ આપનાર સતિશકુમાર અને ચંદનકુમારની તાત્કાલિક ધરપકડ કરી “ફાસ્ટ ટ્રેક” કોર્ટમાં કેશની ટ્રાયલ ઝડપભેર ચલાવી ફાંસીની સજા થાય તે માટે સરકાર દ્વારા ચુનંદા અધિકારીને તપાસ સોંપવા તથા ગુલનાઝના પરિવારને યોગ્ય વળતર સહિતના પગલાં ભરવા ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિંદ એનજીઓ તથા કચ્છ જિલ્લાના મુસ્લિમ આગેવાનોએ મુખ્યમંત્રી બિહાર સરકાર નીતિશકુમારજીને અપીલ કરી છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં છ માસની બાળકીનું અપહરણ કરી તેમના પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારવામાં આવી છે. જે ઘટનામાં સામેલ અપરાધીઓ અંકુલ કુરિલ અને બીરન દ્વારા બાળકીની હત્યા કર્યા બાદ તેમના ફેફસા કાઢી કાળા જાદુ કરવા માટે પરશુરામ નામના વ્યક્તિએ ઉપરોક્ત બંને ગુનેગારોને ભાડે રાખી આ નીચ કૃત્યને અંજામ અપાવ્યો છે. પરશુરામ પોતાને સંતાનની પ્રાપ્તી ન થતાં “ધૂર્ત-કાલા જાદુ” માટે આ કૃત્યને અંજામ આપ્યો હતો. ત્યારે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આ ત્રણે નરાધમો ઉપરાંત આવા કાલાજાદુમાં નામે માનવીયતાને શર્મશાર કરતા કાર્યોને અંજામ આપનાર ધૂર્ત-પાંખડી લોકો જે નાસમજ સમાજના લોકોને ગુમરાહ કરી રહ્યો છે. જેમની વિરૂદ્ધ તટસ્થ ન્યાયીક તપાસ “ખાસ ચુનંદા અધિકારીઓ” દ્વારા તપાસ કરી કૃત્યમાં સામેલ તમામ નરાધમોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્દીથી જલ્દી ફાંસી જેવી સખ્ત સજા થાય તે માટે આપ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી, ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સખ્ત પગલાં લેવા ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિંદ તથા કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનોએ અપીલ કરી છે.