ભરૂચ, તા.ર૦
દિવાળીના તહેવારોમાં લોકો હરવા-ફરવા માટે મગ્ન બન્યા હતા જેના પગલે અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને સરકાર તથા તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલાય વિસ્તારોમાં નાઈટ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત કેટલાય વિસ્તારોમાં કડકાઈથી પાલન થાય તે માટે પોલીસ કાફલો પણ મૂકવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ભરૂચ જિલ્લાવાસીઓમાં સાવચેતીના કોઈ અણસાર જોવા મળતા નથી. પરંતુ ભરૂચની કેટલી સોસાયટીના રહીશોની સુરક્ષાના ભાગરૂપે સોસાયટીની બહાર બોર્ડ લગાડી દેવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે, બહારથી આવતા કોઈપણ ફેરિયાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં અને કરશે તો પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવી ચીમકી પણ બોર્ડમાં ઉચ્ચારવામાં આવી છે જેના પગલે આવી સોસાયટી વિસ્તારોમાં કોરોનાની સંખ્યા જોવા મળતી નથી. ત્યારે ભરૂચ જિલ્લાની અન્ય સોસાયટીના રહીશો પણ સાવચેતીના ભાગરૂપે કડક નિર્ણય લઈ પોતાના પ્રવેશ દ્વારો પર સાવચેતીના બેનરો લગાવી ભરૂચ જિલ્લાને કોરોનામુક્ત કરવાના પ્રયાસો કરે તે જરૂરી છે. સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર લગાવનાર સોસાયટીના પ્રમુખ હોય અન્ય સોસાયટીના લોકો પણ આ રીતે કાર્ય કરશે તો આવનાર સમયમાં ભરૂચ જિલ્લામાં કોરોના જેવી મહામારી ઘટી શકે તેમ હોય તે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.