(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૬
અધિક પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ધોળકા વિભાગ બાતમીદારો મારફતે બાતમી મળેલ કે ધોળકા રબારીવાસમાં રહેતા ગોપાલભાઈ ગોવિંદભાઈ રબારી તથા અલ્કેશભાઈ રબારી ધોળકા ઉટવાડી વિસ્તારમાં જુગાર રમી રમાડે છે. જે આધારે અ.હે.કો. સુરેશચંન્દ્ર જયાનંદભાઈ, પો.કો.મહેશભાઈ ગોરધનભાઈ, એલ.આર.પો.કો.હર્ષભાઈ મહેન્દ્રભાઈ, પો.કો.એઝાઝએહમદ શાબીરહુસેન, એલ.આર.પો.કો.હર્ષભાઈ મહેન્દ્રભાઈ, પો.કો. એઝાઝએહમદ શાબીરહુસેન એલ.આર. પો.કો.રાજુભાઈ મહોનભાઈ વગેરે પોલીસના માણસોએ ઉંટવાળી માતા મંદિર રોડની સામે આવેલ ખેતર પાસે જતાં બાવળની ઝાડીની બાજુમાં ખૂલ્લી જગ્યામાં દશથી પંદર જેટલા માણસો ગોળ કુંડાળું વળી જુગાર રમતા બેઠેલ જણાયેલ. જે તમામ ઈસમો પોલીસને જોઈ ભાગવા લાગેલ જેઓને પોલીસ સ્ટાફના માણસોએ પીછો કરી આરોપી (૧) શૈલેષભાઈ ગોવિંદભાઈ જોટાણા (રબારી) (ર) વિશાલભાઈ નારણભાઈ દેસાઈ, (૩) ઈરફાનભાઈ ઉસ્માનભાઈ મલેક (૪) મકસુદભાઈ ગુલામરસુલ ઘાંચી (પ) તેજશકુમાર દીનેશભાઈ રાણા (૬) મીતેશકુમાર નવીનભાઈ કાનાબાર રાણા (૬) પરેશભાઈ નંદલાલ કા. પટેલ (૮) અશોકભાઈ ઉર્ફે બકાભાઈ છોટાભાઈ પટેલ (૯) ભરતભાઈ ગોવિંદભાઈ રાણા પકડાઈ ગયેલ અને આરોપી નં. (૧૦) ગોપાલભાઈ ગોવિંદભાઈ રબારી (૧૧) અલ્કેશભાઈ રબારી તથા (૧ર) અનિલભાઈ કનુભાઈ રાણા (૧૩) રાજુભાઈ (૧૪) ઈસ્માઈલ ઉર્ફે ભૂરો મોમીન, નાસી ગયેલ પકડાયેલ નવ ઈસમોની અગઝડતીમાંથી રોકડ રૂા.કુલ રૂા.૭૬,૯ર૦/- તથા દાવ ઉપરના રોકડ રૂા.૧૩,પ૬૦/- મળી કુલ રોકડ રૂા.૯૦,૪૮૦/- તથા મોબાઈલ નંગ-૧૦ કિં.રૂા.૩૪૦૦૦/- મળી કુલ કિંમત રૂા.૧,ર૪,૪૮૦/-નો મુદ્દામાલ તેઓની પાસેથી કબજે લઈ તેઓના વિરૂદ્ધમાં ધોળકા ટાઉન પો.સ્ટે.માં ગુનો નોંધાવવામાં આવેલ છે.