સુરેન્દ્રનગર, તા.રર
જગતતાત ડીજીટલ આંદોલન સમિતિએ સરકાર સામે આંદોલન છેડ્યું હતું અને જગતતાત ડીજીટલ રેલી યોજીને તમામ જિલ્લા અને તાલુકાના ગ્રુપ બનાવીને ગુજરાત ભરના ખેડૂતોને હાલ એક લાખની સંખ્યામાં જોડાયા છે.અને પાકવીમો ૧૦૦% ચૂકવી આપો. ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો. પોલીસ દ્વારા પાલભાઈ આંબલીયા ખેડૂત આગેવાનને મારમારેલ તેનો ન્યાય આપો. માંગણી સરકાર સામે કરી ખેડૂતો ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
જગતતાત ડીજીટલ આંદોલન સમિતિમાં ગુજરાત ભરના ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનો એક મંચ થયા છે અને હાલ કોરાનાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં ખેડૂતોએ ડીજીટલ આંદોલન થકી નવતર પ્રયોગ હાથ ધરી સરકાર સામે ઉપવાસ આંદોલન છેડ્યું છે મૂળી તાલુકાનાં દૂધઈ ગામે ઉપવાસ પર બેઠેલા જગતતાતની મુલાકાતે ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા આવેલ હતા.