(સંવાદદાતા દ્વારા)
ડભોઈ, તા.ર૯
છેસરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાનાં ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પહેલીવાર અને સતત બીજા વર્ષે નર્મદા નદી બે કાંઠે થઇ છેઉપરવાસમાં વધુ વરસાદ થતાં નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે ત્યારે ડભોઇ તાલુકાના નર્મદા નદીના કાંઠા કિનારા ના ગામો કરનાળી ,જુના માંડવા, ચાંદોદ, નંદેરીયા, ભીમપુરા ગ્રામવાસીઓને સાવધ રહેવા તંત્ર ની સુચના અપાઇ છેડેમમાંથી છોડાયેલા પાણીના કારણે તીર્થધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ના હાલ ૮૦ પગથીયા પાણી માં ગરકાવ થયાં છે પાણીની આવક ચાલુ હોવાથી નર્મદા નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે પાણી ની સારી આવક થી કાંઠા કિનારા ના લોકો માં આનંદની લહેર વ્યાપી છેતીર્થધામ ચાંદોદ ખાતે નર્મદા નદીના વહેતા પ્રવાહને અનુલક્ષી ડભોઇમામલતદાર જય પટેલે ચાંદોદ મુલાકાત લઈ ચાંદોદ ગ્રામ પંચાયત ના ઈન્ચાર્જ સરપંચ ઉત્સવ ભટ્ટ સહિતના આગેવાનો સાથે જરૂરી સમીક્ષા કરી હતી.