વડોદરા, તા.૩૧
વડોદરા શહેરના ભૂતડી ઝાંપા બસ સ્ટોપ પાસે ભીખ માંગીને ગુજરાન ચલાવતા મુસ્લિમ ભિક્ષુકનું કુદરતી મોત નીંપજ્યું હતું. લાવારીસ ભિક્ષુક્ માટે હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ વારસ બનીને તેઓની અંતિમ વિધિ કરી હતી. અને માનવઘર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભૂતડીઝાંપા વિસ્તારમાં ભિક્ષુકનું કુદરતી રીતે મૃત્યુ થયું કારેલીબાગ ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડમાં અબ્દુલભાઇ દીવાન નામનો ભિક્ષુક દિવસે બસ સ્ટોપ તેમજ આસપાસમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતી હતો અને ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડમાં રાતવાસો કરી દિવસો પસાર કરતો હતો. ભૂતડીઝાંપા વિસ્તારમાં ફરીને અબ્દુલ દીવાન ભીખ માંગતો હોવાથી વિસ્તારના લોકો તેઓને સારી રીતે પરિચયમાં હતા. ભિક્ષુક મોટી ઉંમરના હોવાથી તેઓનું કુદરતી મોત નીંપજ્યું હતું.
ભિક્ષુક અબ્દુલ દીવાનનું મોત નીપજ્યુ’ હોવાની જાણ સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ, સ્થાનિક દુકાનદારો તેમજ ગંગાનાથજી સતનાથ પંથના આદેશ નાથજીને થતાં તેઓ પહોંચી ગયા હતા. અને હિંદુ-મુસ્લિમોએ ભેગા મળીને મુસ્લિમ ભિક્ષુકની અંતિમવિધિ કરી હતી. અને સૌંથી ઉત્તમ ધર્મ માનવ ધર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હિંન્દુ-મુરિંરૈનમે ભેગા મળી એક લાવારીસ ભિક્ષુકનીં સન્માનપૂર્વક અંતિમ વિધિ કરવાનું બીડું ઝડપતા સ્થાનિક લોકો પોતાના આંસુ રોકી શક્યા ન હતા. આ ભિક્ષુકના મૃતદેહ ઉપર સ્થાનિક હિન્દુ-મુસ્લિમ લોકોએ ફૂલ ચઢાવી શ્રદઘાંજલિ અર્પણ કરી હતી. આ બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસ પણ પહોંચી ગઇ હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.