ડીસા, તા.૧૦
ડીસા છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ઘાસુરા સોહાનાબાનુ શોકત અલીને શાળામાં સુંદર કામગીરી બદલ રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી પ્રતિભા શાળી શિક્ષક એવૉર્ડ આપવામાં આવ્યો હતો. જે એવૉર્ડ રાજપુર સી.આર.સી.કો ઓર્ડિનર પ્રકાશ નાયકને હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો તેમને શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ લર્નીગ મટેરિયલ બનાવવું નિયમિત બાળકને પેન્સિલ અને નોટબુક ભેટ આપવી અને વાલીનું સન્માન કરવું આર્થિક અને જરૂરિયાતમંદ બાળકની મદદ કરી અને દિવ્યાંગ બાળકોની સંભાળ રાખી સતત પ્રોત્સાહિત કરવા વગેરે કામગીરીને બિરદાવી પ્રતિભાશાળી એવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય આરીફભાઈ ઘાસુરા તથા એસ.એમ.સી. અધ્યક્ષ સફી એહમદ શેખ તથા ગુલામ શબ્બીર શેખ સહિત હાજર રહી તેમની કામગીરીને બિરદાવી હતી એવૉર્ડ મેળવી જાલોરી મુસ્લિમ સમાજનું ગૌરવ વધારી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂંં પાડી કન્યા કેળવણી મહત્વ વધારી પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.