અંકલેશ્વર, તા.૧ર
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. ૩ માં ૩૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગનું ખાતમુહૂર્ત વિધિ યોજાઇ હતી ૩ અલગ અલગ સોસાયટીમાં બાનનાર માર્ગનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ તેમજ વોર્ડના સભ્યો ના હસ્તે કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. ૩ માં કેઝાદ એસ્ટેટમાં રૂપિયા ૧૦ લાખ, અક્ષર બંગલોમાં ૧૦ લાખ તેમજ પુનિત નગર માં ૮ લાખ ઉપરાંત ના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોનું ખાત મુહૂર્ત વિધિ શુક્રવારના રોજ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ, મીનાબેન પટેલ, વિજય પટેલ સહિત પાલિકાના હોદ્દેદારો અને શહેર ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.