બનાસકાંઠા માં અનેક વિસ્તારો માં છેલ્લા ચાર પાંચ દિવસ થી મેઘરાજા એ વિરામ લીધા બાદ શનિવાર સાંજે વડગામ તાલુકા ના છાપી સહિત ના અનેક વિસ્તારો માં અચાનક પવન ના સુસવાટા અને વિજળી ના કડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં માત્ર અડધો કલાક માં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતા વરસાદ ના તોફાની આગમન વચ્ચે સમગ્ર વિસ્તારમાં વીજળી ડુલ થતાં લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા જોકે વરસાદ ધીમો પડતા વીજ પુરવઠો પુનઃ ,શરૂ કરાયો હતો અડધો કલાક માં એક ઇંચ જેટલો વરસાદ વરસતા પંથક માં ઠંડક પ્રસરી ગઈ હતી દરમિયાન વરસાદ ને લઈ કોઈ નુકશાન ના સમાચાર સાંપડ્યા ન હતા