મર્હૂમે ‘ગુજરાત ટુડે’ માટે જીવનભર નિઃસ્વાર્થ સેવા આપી હતી : ભાવનગર જિલ્લામાં અખબારનો ફેલાવો કરવામાં અમૂલ્ય યોગદાન
અમદાવાદ, તા.૨૦
‘ગુજરાત ટુડે’ના ભાવનગર ખાતેના પત્રકાર મુસવ્વીર અફઝલભાઈ ઉર્ફે આરીફભાઈ કાઝી (ઉં.વ.૫૪) આજરોજ અલ્લાહની રહેમતમાં પહોંચી જતા પત્રકાર આલમ તથા ‘ગુજરાત ટુડે’ના સ્ટાફ ગણમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. મર્હૂમ ગુજરાત ટુડે સાથે વર્ષો સુધી જોડાયેલા હતા તેઓ સેવાભાવી, મિલનસાર તથા હસમુખા સ્વભાવના હતા. ભાવનગરમાં ‘ગુજરાત ટુડે’નો ફેલાવો કરવામાં તેમનું અમૂલ્ય યોગદાન છે જે કદી નહીં ભૂલાય તેઓએ ‘ગુજરાત ટુડે’ માટે જીવનભર નિઃસ્વાર્થ સેવાઓ આપી છે. તેમના જવાથી ભારે ખોટ પડી છે. અલ્લાહત્આલા મર્હૂમની મગફિરત ફરમાવે તથા જન્નતમાં આલા મકામ અતા ફરમાવે તેવી દુઆ ‘ગુજરાત ટુડે’ પરિવાર કરે છે. મર્હૂમની જિયારત તા.૨૨/૯/૨૦૨૦ને મંગળવારે સવારે ૮ઃ૩૦ કલાકે કાઝીવાડ મસ્જિદ તથા ઔરતો માટે તેમના નિવાસ સ્થાન રૂવાપરી રોડ, મહાજનના વડા સામે, દરગાહની બાજુમાં ભાવનગર મૂકામે રાખેલ છે.