Sports

વાઈડ બોલને લઇ ધોનીએ એમ્પાયર પર કર્યું દબાણ, પ્રશંસકોએ ટિ્‌વટર પર વ્યક્ત કરી નારાજગી

 

દુબઈ, તા.૧૪
ચેન્નઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૨૦ રને હરાવ્યું. આ મેચની અંતિમ ક્ષણોમાં એમ્પાયર પોલ રાઇફલના નિર્ણયને લઈને વિવાદ થયો હતો. અમ્પાયરે બોલ લાઇનની બહાર હોવાના સ્પષ્ટ હોવા છતાં બોલને વાઇડ આપ્યો ન હતો. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સની ઇનિંગ્સની તે ૧૯મી ઓવર હતી. મેચ સંતુલનમાં હતી. હૈદરાબાદની ટીમે ૧૮મી ઓવરમાં ૧૯ રન બનાવ્યા હતા. હવે તેને જીતવા માટે બે ઓવરમાં ૨૭ રનની જરૂર હતી. ૧૯મી ઓવરના પહેલા જ બોલ પર રાશિદ ખાને બે રન બનાવ્યા અને શાર્દુલ ઠાકુરની આગામી બોલ વાઇડ થઇ ગયો. પછીનો બોલ પણ વાઇડ હતી. એમ્પાયર પોલ રાઇફલે પણ ઇશારો કરવાનો શરૂ કર્યો હતો પરંતુ અંતે વાઇડ ન આપ્યો. અમ્યાયરે જ્યારે વાઇડ કરવા માટે ઇશારો કરવાનો શરૂ કર્યો તો ધોનીએ વિકેટની પાછળથી વિરોધ કરવાનો શરૂ કર્યો તે બાદ રાઇફલે તેમનો નિર્ણય બદલ્યો. ડગ આઉટથી સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નર ખૂબ હેરાન નજરે પડ્યા.
તેમનું માનવું હતું કે આ વાઇડ છે અને અમ્પાયરે તેમનો નિર્ણય બદલવો જોઇતો ન હતો. જો કે ચેન્નઈએ ૨૦ રન હાંસલ કરીને મેચ સરળતાથી જીતી લીધી હતી. ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરતા ૧૬૭ રન બનાવ્યા, જેમાં હૈદરાબાદની ટીમ ૧૪૭ રન બનાવી શકી હતી. કેન વિલિયમ્સને અડધી સદી ફટકારી હતી. ધોની અને ચેન્નાઈની ટીમ કદાચ ખુશ થઈ ગઈ હતી કે બોલને વાઇડ નહોતો અપાયો પરંતુ લોકો ટિ્‌વટર પર ખૂબ નારાજ હતા. ફેન્સે કહ્યું કે ધોનીએ એમ્પાયર પર દબાણ બનાવ્યું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
Sports

આગામી વર્ષે અનેક સિનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટની જાહેરાત કરી શકે છેઅશ્વિન તો બસ એક શુરૂઆત હૈ આગે આગે દેખો હોતા હૈ કયા

પુજારા-રહાણેની અવગણના બાદ અશ્વિનનો…
Read more
Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજથી પ્રારંભગાબા ટેસ્ટ જીતવા બંને ટીમો મરણિયો પ્રયાસ કરશે

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલેન્ડના…
Read more
Sports

‘હમ ભી કિસી સે કમ નહીં’ મો.સિરાજની કુલ નેટવર્થ પ૭ કરોડ રૂપિયા

એક મહિનાની કમાણી ૬૦ લાખ રૂપિયા નવ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.